Abtak Media Google News

રૂ.125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનાપશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અનેખાતમુહૂર્ત થનાર છે  સાબરડેરીના રૂ. 305 કરોડનાખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. 125 કરોડનાખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરશે આ ઉપરાંત રૂ. 600કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સાબર ડેરીના ચેરમેન  શામળભાઈ પટેલ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સાબર ડેરીને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષબનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસનાલોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ 1964-65માં માત્ર19 દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે 1798 કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર 29સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે.સ્થાપના સમયે એટલે કે વર્ષ 1964-65માં માત્ર 0.05 લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ 33.27 લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે,પ્રતિદિન 40 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને 6 લાખ લિટરની ક્ષમતા હરિયાણા ના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ1974-75માં 1.135 મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે 393.34 મે.ટન સુધીપહોંચ્યુંછે. સાબર ડેરીદ્વારા વર્ષ 1964-65માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. 1.10 અપાતાહતા અને આજે રૂ.860 અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારાપશુપાલકોનાજીવનમાં ઉજાશ આવ્યો છે.

સાબર ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનોડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાનધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણેઆજે સાબર ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબર ડેરીની મહિલા પશુપાલકોએસાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાયદ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારનેઆત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોનેકે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.