Abtak Media Google News

૧. સચિન સ્કુલમાં હતો ત્યારે લિજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટમાં આપ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે રમેલીપ્રથમ ટેસ્ટમાં સચિન આ પેડ પહેરી રમવા ઊતર્યો હતો.

૨. સચિન જ્યારે પ્રેકિટસ કરતો હોય ત્યારે કોય તેના સ્ટમ્પ ઉપર એક રૂપિયાનો સિક્કો રાખતા હતા, જે બોલર તેની વિકેટ લે તેને આ સિક્કો મળતો હતો. સચિન આઉટ ન થાય તો આ સિક્કો તેની પાસે રહેતો હતો. સચિન પાસે આવા ૨૩ સિક્કા છે.

૩. સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.

૪. સચિનને પત્ની અંજલી અને બાળકો માટે ભોજન બનાવવાનો શોખ છે. ૧૯૯૮માં સચિને ભારતીય ટીમ માટે રીંગણનું ભરથું, બનાવ્યું હતું.

પ. સચિન તેંડુલકર ૧૯૯૫માં નકલી દાઢી, મુછ અને ગોગલ્સ લગાવીને રોજા ફિલ્મ જોવા થિયેટરમાં ગયો હતો. જોકે ગોગલ્સ પડી જતાંસચિનની ઓળખાણ જાહેર થઈ ગઈ હતી, જેથી બધાં સચિનની એક ઝલક જોવા ભેગા થઈ ગયા હતા.

૬. સચિનના પિતાએ કિર્તી કોલેજમાં અભ્યાસ કર્યો હોવાથી તેણે પણ ૧૯૯૨માં આ કોલેજમાં એડમિશન લીધું હતું.

૭. ડોન બ્રેડમેનના ૨૯ સદીના રેકોર્ડની બરાબરી કરવા બદલ સાત વખતના એફ વન ચેમ્પિયન માઇકલ શુમાકરે સચિનને ફેરારી ભેટમાંઆપી હતી.

૮. સચિનને સૌ પ્રથમ જોન મેકનરોથી આકર્ષાઇને ટેનિસમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી. જોકે બાદમાં સુનિલ ગાવસ્કરની બેટિંગજોઈ ક્રિકેટમાં કારકિર્દી બનાવી હતી.

૯. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ ત્રણ-ચાર વખત જ ઘરે દિવાળી કરી છે.

૧૦. સચિનની બહેન કાશમીર પ્રવાસ દરમિયાન સચિન માટે એક બેટ લાવી હતી. આ બેટ સારું કહી શકાય તેવું નહોતું. જોકે સચિન માટેઆ સોના સમાન હતું. સચિન માટે આ ખાસ યાદગાર ક્ષણ છે.

૧૧. સચિન બાળપણમાં ઊંઘતી વખતે પથારીમાં બેટ સાથે રાખી સુતો હતો.

૧૨. ઉમરાવજાન ફિલ્મનું ગીત ‘ઈન આંખો કી મસ્તી…’ સચિનનું ફેવરિટ ગીત છે.

૧૩. સચિને પોતાની પત્ની અંજલીને પ્રથમ વખત એરપોર્ટ ઉપર જોઈ હતી. અને પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

૧૪. સચિને અંજલીને પ્રપોઝ કરવા માટે અંજલીના ક્લિનિકના ધણા ચક્કર કાપ્યા હતા.

૧૫. સચિનને એકસમયે પડોશી સાથે બોલાચાલી થઈ હતી. જોકે સચિને ચીઠ્ઠી લખીને માફી માગી હતી.

૧૬. સચિન પત્ની સામે પ્રથમ વખત બીએમડબલ્યુ કારની કિંમતને લઈને ખોટું બોલ્યો હતો.

૧૭. સચિન પાસે રાઆતમાં એક જ ક્રિકેટનો ડ્રેસ હતો. રોજ સાંજે આ ડ્રેસ ધોઇને બીજા દિવસે ક્રિકેટ રમવા જતો હતો.

૨૮. સચિન બેટિંગ અને બોલિંગ જમણા હાથથી કરે છે. જોકે તે લખવાનું કામ ડાબા હાથથી કરે છે.

૧૯. સચિનના મોટાભાઈ અજીત તેંડુલકરે તેને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યો હતો.

૨૦. સચિન બાળપણમાં જોન મેકનરોથી આકર્ષાઈને લાંબા વાળ રાખતો હતો.

૨૧. ડોન બ્રેડમેનની ગ્રેટેસ્ટ ટીમમાં સામેલ થનાર સચિન એકમાત્ર ભારતીય છે.

૨૨. સચિન રમતો હોય ત્યારે તેની પત્ની અંજલી ખાવાનું ખાતી નથી.

૨૩. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી નોંધાવવાનો રેકોર્ડ સચિનના નામે છે.

૨૪. સચિનું નામ સંગીતકાર સચિન દેવબર્મન નામ ઉપર રાખવામાં આવ્યું હતું.

૨૫. સચિનને કિશોરકુમારના ગીતો સાંભળવા ખૂબ ગમે છે, તે પ્રવાસ દરમિયાન કિશોકકુમારના ગીતો જ સાંભળતો હોય છે.

૨૬, મૈસુર સચિનનું મનપસંદ પ્રવાસ સ્થળ છે.

૨૭. સચિનને એક બહેન છે, જેનું નામ સવિતઇ તેડુલકર છે.

૨૮. સચિનને મુંબઈના પ્રખ્યાત વડાપાંવ ખૂબ જ પસંદ છે.

૨૯. નોનવેજમાં સચિનનું પ્રિય ભોજન સી ફૂડ છે.

૩૦. સચિનને ગણપતિ દાદા અને સાઇબાબામાં અખૂટ શ્રદ્ધા છે, જેથી સમય મળે ત્યારે અમુક સિદ્ધિવિનાયક મંદિરે દર્શને જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.