શુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો

ચમકતી આંખો ધરાવતું અને 360 ડિગ્રી ગરદન ફેરવી શકતું ઘુવડનો તાંત્રિકો તંત્ર-મંત્રના કામમાં ઉપયોગ કરે છે: તે દેવી લક્ષ્મીની સવારી મનાતું હોવાથી દિવાળી ઉપર તેના દર્શન શુભ મનાય છે

દક્ષિણ આફ્રિકામાં ઘુવડના અવાજને મૃત્યુ સૂચક મનાય છે: તે એક ચાલાક અને હોંશિયાર પક્ષી છે: હિન્દુધર્મમાં ઘુવડ બુધ્ધી અને માતા લક્ષ્મીનું વાહન કહેવાય છે

ઘુવડ પક્ષી સીટી વગાડે તે જગ્યાએ મુશ્કેલી હોય છે. તેનું વજન 180 ગ્રામથી વધુ ન હોય તેવું નાનું ઘુવડ પણ હોય છે. હાલ તેની 220થી વધુ પ્રજાતિઓ વિશ્ર્વમાં છે. શુભ માનીને તેની બલી પણ ચડાવાય છે. સૌથી વિશિષ્ટ બાબતમાં તે પોતાની ડોક 360 ડિગ્રી ફેરવી શકે છે. તેનો તાંત્રિકો મંત્ર-તંત્ર માટે વધુ ઉપયોગ કરે છે. લગભગ વિશ્ર્વના બધા દેશોમાં તેની અલગ-અલગ લોકવાયકાઓ છે. આપણાં હિન્દુ ધર્મમાં તેને બુધ્ધિ અને માતા લક્ષ્મીજીના વાહન તરીકે ઉલ્લેખ છે. તેની આંખો બાયનોક્યુલર જેવી દ્રષ્ટિ ધરાવે છે. બધા ઘુવડ માંસાહારી પક્ષીઓ છે.

મોંગોલિયામાં ઘુવડને સૌમ્ય શુકન મનાય છે. આધુનિક જાપાનમાં ઘુવડને નશીબદાર માનવામાં આવે છે. અમુક દેશોમાં તેને દેવી તરીકે પૂજા થાય છે. મોટાભાગની મૂળ અમેરિકન લોકકથાઓમાં ઘુવડ મૃત્યુનું પ્રતિક છે. ઉંદર નિયંત્રણ માટે અમુક દેશોમાં તેનો સારો ઉપયોગ કરાય છે. અંધારામાં તે ખૂબ જ સારી રીતે જોઇ શકે છે.

અશુભ ઘટનાઓ સાથે આ પક્ષીને વધુ જોડવામાં આવે છે.

ગીધ, સમડી, ઘુવડ જેવા સામાન્ય રીતે આપણને જોવા મળતા પક્ષીઓની આજકાલ સતત સંખ્યા ઘટી રહી છે. ચિબરી ઘુવડ જેવી જ દેખાતી હોવાથી તેના પણ તંત્ર વિદ્યામાં ભોગ લેવાય છે. ચકચકાટ આંખો વાળા ઘુવડ નિશાચર પક્ષી છે. શિકારી પક્ષી ઘુવડ ખૂબ જ ચબરાકને ચાલાક પક્ષી છે. તે દિવસ કરતાં રાત્રે વધુ વિહાર કરતું જોવા મળે છે. ઘણા લોકો તેને અપશુકનનું ચિન્હ ગણે સાથે ડરામણું, વિચિત્ર લાગતું હોવાથી આપણી હિન્દી હોરર ફિલ્મમાં તે અવશ્ય જોવા મળે છે. આના વિશે બહુ માહિતી મળતી નથીને તે આજે લુપ્ત થતી પક્ષીની પ્રજાતિમાં આવે છે.

આપણાં ભારતમાં મોટાભાગે ભૂખરા રંગના ઘુવડ જ જોવા મળે છે. જો કે વિશ્ર્વમાં અલગ-અલગ રંગો, કદ સાથે તેમની 220થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. ખાસ તેની આંખો તેજ અને ચબરાક હોય છે તે ગમે તેટલે ઉંચેથી શિકાર શોધી શકે છે. શરીરના વજનની 5 ટકા વજનની આંખ મોટી, ગોળ અને ખૂબ જ ચમકતી હોય છે. વિશ્ર્વમાં એક પ્રજાતિ સાવ નાનું ઘુવડ છે જેનું વજન માત્ર 31 ગ્રામને લંબાઇ ફક્ત પાંચ ઇંચ હોય છે. જ્યારે મોટું ઘુવડ અઢી કિલોનું જેની લંબાઇ પાંચ ફૂટ નોંધાય તે જોવા મળેલ હતું.

ઘુવડની આંખો ફરતી જ નથી, સ્થિર હોય છે. તેની ગરદન 360 ડિગ્રી ખૂણાના માપ સુધી ફરી શકે છે.

જે તેને શિકાર કરવા કે શોધવામાં મદદ કરે છે. સૌથી વિશેષતા તે પાછળનું દ્રશ્ય ડોક ફેરવીને જ જોઇ લે છે. બીજા કોઇ પક્ષી વાદળી રંગ જોઇ શકતા નથી ફક્ત ઘુવડ જ તે જોઇ શકે છે. તેની સાંભળવાની શક્તિ માણસ કરતાં 10 ગણી વધારે હોય છે. ગમે તેવા અંધારામાં અવાજ ઉપરથી શિકાર કરે છે. તેની સૌથી તાકાત તેના પંજામાં છે શિકારને તે તેનાથી જ પકડે છે. 150 કિલો દબાણ કરવાની ક્ષમતા તેના પંજામાં હોય છે.

ઘુવડનું એવરેજ આયુષ્ય 30 વર્ષનું હોય છે. તેનો મુખ્ય ખોરાક સાપ, ખિસકોલી, ઉંદર, માછલી જેવા નાના જીવ છે. ખાસ કિસ્સામાં ઘુવડ પોતે બીજા ઘુવડનો શિકાર કરી નાંખે છે. તેના વિશે ઘણી ગેરમાન્યતાઓ સમાજ પ્રવર્તે છે. માતા લક્ષ્મીના વાહન વિશે શુભ-અશુભ બંને લોકવાયકા સમાજમાં જોવા મળે છે. આપણાં પુરાણોમાં રેવી દેવી ઘુવડને અપશુકનિયાળ ગણવામાં આવે છે. વાસ્તવમાં તે ખરેખર માનવ મિત્ર છે. દર વર્ષે ઉંદરની એક જોડી એવરેજ એક હજાર બચ્ચાને જન્મ આપે છે. જો ઘુવડ તેનો શિકાર ન કરે તો આપણું જીવન ઉંદરથી ત્રસ્ત થઇ જાય.

ઘુવડ એકાંતવાસી અને અસામાન્ય પક્ષી છે.

આ પક્ષી એ પણ ઘણી વર્તુણકો વિકસાવી લીધી જોવા મળે છે. તેમનું નિવાસસ્થાન શિકાર આજુબાજુ જતાં બીજા પક્ષીઓ ખૂબ જ ડરે છે. તે એક પ્રાચીન પક્ષી છે જે લાખો વર્ષોથી મનુષ્ય માટે શાણપણનું પ્રતિક છે. મોટી-નાની ને મધ્યમ જાતિના ઘુવડનો ક્રમ બે પરિવારમાં વહેચાયેલો છે. જેમાં એક કોઠાર ઘુવડ અને બીજો વાસ્તવિક ઘુવડનો પરિવાર.

‘હેરીપોટર’ ફિલ્મ બાદ ઘુવડને પાળવાનો ક્રેઝ વધ્યો !!

ઘણા લોકો તેને અપશુકન માને અને ડર પણ લાગે તેથી મોટાભાગની હોરર ફિલ્મમાં તે અચુક જોવા મળે છે. તંત્ર-મંત્ર અને વશિકરણ જેવી વિધી માટે તેનો શિકાર પણ વધુ થાય છે. આ એકમાત્ર પક્ષીને શુકન-અપશુકન સાથે માનવ જાતે વધુ જોડી દીધું છે. તેના પંજાની તાકાતમાં શિકાર ઉપર 150 કિલો દબાણ કરવાની ક્ષમતા ઘુવડ ધરાવે છે. ઘુવડ કોઇપણ સંકટ વિશે અગાઉથી જાણી શકે છે. આજકાલ વિદેશોમાં ઘુવડ પાળવાનો ક્રેઝ બહુ વધ્યો છે. તેની હાજરી કરોડો વર્ષ પહેલા નોંધવામાં આવેલ છે. હેરી પોર્ટર ફિલ્મ રિલીઝ થયા બાદ ઘુવડને પાળવાની ફેશન વધી છે. ‘ઉલ્લુ કા પઠ્ઠા’ ડાયલોગ બહુ સાંભળ્યો હોય છે તેનો અર્થ મુર્ખ થાય છે. ઘુવડને હિન્દીમાં ઉલ્લુ કહેવાય છે પણ ઘુવડ ખૂબ જ બુધ્ધિશાળી હોય છે.