Abtak Media Google News

વડાપ્રધાનના રોડ શો રૂટના આજીડેમથી એરપોર્ટ સુધીના આકર્ષણો: વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ અને જુદા-જુદા સમાજના લોકો પરંપરાગત વેશભૂષા પહેરીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને આવકારશે

આગામી ૨૯ જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આજીડેમથી એરપોર્ટ સુધી રોડ શોનો કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે આજીડેમ ચોકડીથી કેશરી હિંદ પુલ સુધીના ‚ટમાં સંતો-મહંતો ઉપસ્થિત રહીને વડાપ્રધાનને આર્શીવાદ પાઠવશે. વિવિધ સમાજના લોકો પરંપરાગત વેશભૂષાઓમાં સ્વાગત કરશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે. આ ઉપરાંત સમાજના વિવિધ વર્ગના લોકો, વેપારી મંડળો, જ્ઞાતિ સમાજો, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું શાનદાર સ્વાગત કરશે.

આજીડેમ ટ્રાફિક ભવન પાસે સાધુ-સંતો, મહંતો દ્વારા શંખનાદ, ઝાલર, નગારા સાથે શુભાશિષ, બાવા, સ્વામીનારાયણ સંતો, સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાના મહંતો ઉપસ્થિત રહીને આર્શીવચન પાઠવશે. મોટી સંખ્યામાં કેસરી સાફામાં સજ્જ ક્ષત્રિય યુવાનો અભિવાદન કરશે. પ્રજાપિતા ઈશ્ર્વર વિશ્ર્વ વિદ્યાલયના બ્રહ્મકુમારીના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ગર્વ પોલીટેકનીક પાસે અભિવાદન કરશે. અતિ પછાત એવા તુરી બારોટ સમાજ પરંપરાગત વાદ્યો સાથે ઉપસ્થિત રહેશે. રાજકોટની વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભાવનગર રોડ અમુલ ચોકડી સાથે ગઢવી સમાજના પરંપરાગત ગઢવી ભાઈઓ દુહાઓની રમઝટ બોલાવશે. ગુજરાત રાજય ગ્રામ પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ હેમરાજ પાડલીયાના નેતૃત્વ હેઠળ સીદી સમાજનું પરંપરાગત ધમાલનૃત્યની રમઝટ બોલાવશે.

દલિત સમાજ દ્વારા સંસદની પ્રતિકૃતિ ખડી કરશે. થોરાળા પોલીસ સ્ટેશન પાસે કોળી સમાજ દ્વારા પરંપરાગત રાસની રમઝટ છત્રી સાથે કરશે. માલધારી સમાજ દ્વારા પરંપરાગત હુડો રાસની રમઝટ, અમુલ ચોકડી પાસે પરંપરાગત લુહાર સમાજ-આજી ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા સ્કીલ ઈન્ડીયા પ્રોજેકટનો ફલોટ રજુ થશે. ‘એક રંગ’ સંસ્થા દ્વારા બાળકોના વૈવિધ્યપૂર્ણ કૃતિ સાથે કાર્યક્રમ કરશે. રાજકોટ કલા સંઘ દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. સરસ્વતી શીશુ મંદિર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવો કાર્યક્રમ (થોરાળા પેટ્રોલ પંપ) ખાતે કરશે. બેડીપરા ફાયર બ્રિગેડ પાસે કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા ડો.શ્યામજી કૃષ્ણ વર્માનો ફલોટ, પ્રજાપતિ સમાજ (સમસ્ત) પરંપરાગત સાધનોનું પ્રદર્શન કરશે.

આર.એમ.સી. પૂર્વ ઝોન ખાતે પુજીત ‚પાણી ટ્રસ્ટ દ્વારા બાળકોના વૈવિધ્ય સભર કાર્યક્રમ રજુ કરશે. બેડીપરા પટેલ વાડી ખાતે રોશની સાથે સુશોભન. વહોરા સમાજના ભાઈઓ બહેનો પરંપરાગત પોષાકમાં સજ્જ થઈને જોડાશે. વોરા સમાજની મહિલાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાશે. ઈમીટેશન જવેલરી અને સિલ્વર એસોસીએશન દ્વારા દેશભકિતના ગીતોની રમઝટ, વોર્ડ નં.૪/૫ના મહિલાઓના ધુન મંડળો દ્વારા ભકિતગીતોની રમઝટ. વાણંદ સમાજ, સગર સમાજ, માલી સમાજ, કચ્છી લોહાણા સમાજ, મુસ્લિમ સમાજ, સાધુ સમાજ, બ્રહ્મક્ષત્રિય સમાજ, હિન્દુ બાર્બર સમાજ, માલધારી સમાજ, આહીર બોરીચા સમાજ, દલિત સમાજ, ચુંવાળીયા કોળી સમાજ, સ્માર્ટ ઓફ લીવીંગ ડિલકસ ચોક વેપારી એસોસિએશન, રોલ પ્રેસ એસોસિએશન અને કેશવ યુવા પરિષદ, પુરુષાર્થ યુવક મંડળ, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ, સારથી લોક સેવા ટ્રસ્ટ, જીવદયા ટ્રસ્ટ, મુસ્લિમ સમાજ, સાડી પ્રિન્ટીંગ એન્ડ ડાંઈગ પ્રિન્ટીંગ એસોસીએશન, રાજકોટ સિલ્વર ફેડરેશન, પંચશીલ બી.એડ.કોલેજ, મરાઠા સમાજ, ગુંદાવાડી વેપારી એસોસીએશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, સિન્ડીકેટ સભ્યઓ, વિવિધ ભવનના અધ્યક્ષો, સેનેટ સભ્યો, શૈક્ષણિક/ બિનશૈક્ષણિક અધિકારી કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાશે.

આ ઉપરાંત ભાજપના પદાધિકારીઓ આગેવાનોમાં વોર્ડ નં.૪ના પ્રભારી અશોક લુણાગરીયા, ખીમજી મકવાણા, સંજય ગૌસ્વામી, મંત્રી રાજકોટ ભાજપ મધુબેન ફાંગલીયા, અશ્ર્વિનભાઈ મોલીયા-કોર્પોરેટર, વોર્ડ નં.૫ પ્રભારી બાબુભાઈ ઉઘરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, કલ્પનાબેન કીયાડા, અરવિંદ રૈયાણી, અનિલ રાઠોડ, પ્રીતીબેન પનારા, દક્ષાબેન મેસાણીયા-કોર્પોરેટર, વોર્ડ નં.૬ના પ્રભારી પરેશ પીપળીયા, ઘનશ્યામભાઈ કુગશિયા, દલસુખભાઈ જાગાણી, મુકેશ રાદડીયા, દેવુબેન જાદવ, સજુબેન કડોતરા, કોર્પોરેટરો, વોર્ડ નં.૧૪ના પ્રભારી નિલેશ જલુ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ઉદયભાઈ કાનગડ, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા-કોર્પોરેટરો, વિરેન્દ્રસિંહ ઝાલા-ઉપપ્રમુખ રાજકોટ ભાજપ, જયોત્સનાબેન હળવદીયા-રાજકોટ ભાજપ મંત્રી, કેતન પટેલ-ઉપપ્રમુખ રાજકોટ ભાજપ, મનીશ પ્રમુખ, વોર્ડ નં.૧૫ પ્રભારી માવજીભાઈ ડોડીયા, ભીખુભાઈ ભાજપ પ્રમુખ રામીયાબેનસરવૈયા-ઉપપ્રમુખ, વોર્ડ નં.૧૬ પ્રભારી ઝીણાભાઈ ચાવડા-પ્રમુખ, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિદ્ધપુરા-ઉપપ્રમુખ, આજીડેમથી કેસરી હિન્દ પુલ સુધીના ‚ટ ઈન્ચાર્જ તરીકે રાજકોટ ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, ડો.વિજયભાઈ દેસાણી વિગેરે જવાબદારી વહન કરી રહ્યા છે.

રોડ શો ‚ટ નં.૨ પાર્ટ-૧ માં કેશરી હિંદ પુલથી હોસ્પીટલ ચોકથી ચૌધરી હાઈસ્કૂલથી ધરમ સિનેમાથી સરદાર પટેલની પ્રતિમાથી બહુમાળી ભવન. આ ‚ટની વ્યવસ્થાની જવાબદારી કશ્યપભાઈ શુકલ અને તેની ટીમ સંભાળશે. જેમાં દિનેશભાઈ કારીઆ-ડાયરેકટર ગુજરાત સરકાર બોર્ડ, અજયભાઈ પરમાર-કોર્પોરેટર, દિલીપભાઈ પટેલ-લીગલ સેલ અને વોર્ડ પ્રભારી, બાબુભાઈ આહિર-કોર્પોરેટર, મહેશભાઈ રાઠોડ-શહેર ભાજપના હોદેદાર, જે.પી.-અનુસુચિત મોરચો, આશીષભાઈ વાગડીયા-ચેરમેન સેનીટેશન સમિતિ, અંજનાબેન મોરઝરીયા-કોર્પોરેટર, દુર્ગાબા જાડેજા-કોર્પોરેટર, મીનાબેન પારેખ-કોર્પોરેટર, હીરલબેન મહેતા-કોર્પોરેટર, રસિકભાઈ બદ્રકીયા-વોર્ડ પ્રમુખ, હેમુભાઈ પરમાર-વોર્ડ પ્રમુખ, જીતુભાઈ શેબારા-વોર્ડ પ્રમુખ જવાબદારી સંભાળશે.

રોડ શો ‚ટ નં.૨ પાર્ટ-૨માં સરદાર પટેલ સ્ટેચ્યુથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી મેયર બંગલો થઈને આઈ.ટી.ઓફિસ પાસેના ‚ટની વ્યવસ્થાની જવાબદારી પુષ્કરભાઈ પટેલ અને ટીમ સંભાળશે. જેમાં નીતિનભાઈ ભુત-વોર્ડ પ્રભારી, અશ્ર્વિનભાઈ પાંભર-વોર્ડ પ્રભારી, વિક્રમભાઈ પુજારા-શહેર ભાજપ મંત્રી, રાજુભાઈ અઘેરા-દંડક, વિજયાબેન જાગૃતિબેન ધારીયા-કોર્પોરેટર, ‚પાબેન શિલુ, શિલ્પાબેન જાવીયા-કોર્પોરેટર વગેરે જવાબદારી સંભાળશે.

રોડ શો ‚ટ નં.૨ પાર્ટ-૩માં આઈ.ટી. ઓફિસ પાસેથી મા‚તીનગર થઈ એરપોર્ટ ફાટક થઈ એરપોર્ટ સુધીના રોડની જવાબદારી દેવાંગભાઈ માકડ અને તેની ટીમ સંભાળશે. જેમાં મનીષભાઈ રાડીયા-ચેરમેન આરોગ્ય સમિતિ રાજ.મ્યુ.કોર્પો., જયમીનભાઈ ઠાકર-ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ રાજ.મ્યુ.કોર્પો., માધવભાઈ દવે-વોર્ડના પ્રભારી, નરેન્દ્રસિંહ ઠાકુર-વોર્ડના પ્રભારી, અશ્ર્વિનભાઈ ભોરણીયા-ચેરમેન માર્કેટ સમિતિ, ડો.દક્ષિતાબેન શાહ – ડે.મેયર રાજ.મ્યુ.કોર્પો., શોફીયાબેન દલ, કોર્પોરેટર, બીનાબેન આચાર્ય-કોર્પોરેટર, રાજેન્દ્રસિંહ ગોહિલ-વોર્ડ પ્રમુખ, રજનીભાઈ ગોલ-વોર્ડ પ્રમુખ વગેરે સભ્યો આ રોડ શો સફળતાપૂર્વક પાર પડે તે માટે સતત કાર્યરત રહેશે.

આ રોડ શોમાં વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા સાત સેલ્ફી પોઈન્ટો લોકોમાં આકર્ષણનું કેન્દ્રો બનેલા છે. જે અન્વયે રોડ શો મુજબ આકર્ષક સાત સેલ્ફી પોઈન્ટ જેમાં સ્વામિનારાયણ અક્ષર મંદિર સામે બેટી બચાવ, કિશાનપરા ચોક પાસે સ્વચ્છ ભારત અભિયાન, જિલ્લા પંચાયત ચોક ખાતે ‘નર્મદા આવી આજી’, બહુમાળી ભવન ચોક ખાતે સર્જિકલ સ્ટ્રાઈક, મણીઆર દેરાસર, ચૌધરી હાઈસ્કૂલ સામે ગૌહત્યા પ્રતિબંધ, ભાવનગર રોડ ઉપર પટેલ વાડી સામે ચાય પે ચર્ચા, ચુનારાવાડ ચોક ખાતે ઘર ઉજ્જવલાના સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે તેમજ અલગ અલગ મુખ્ય ચોકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના મોટી સાઈઝના કટઆઉટ પ્રદર્શિત કરાવેલ છે. જેમાં અમુલ સર્કલ, કોટેચાચોક, કિશાનપરા ચોક ખાતે પ્રધાનમંત્રીનું મુવીંગ કટઆઉટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.આ માટે મયુરભાઈ શાહ, દિનેશભાઈ કારીયા અને વલ્લભભાઈ દુધાત્રાની મહેનત રંગ લાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.