દુ:ખભરે દિન બિતેરે ભૈયા…કોરોના ધીમો પડયો છે, પણ છે તો તમારી આસપાસ જ !!

0
101

અબતક, અરૂણ દવે, રાજકોટ

રાજકોટમાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ઘટી રહી છે. સાથે ઓકિસજન કે વેન્યિલેટર-આઈસીયુ બેડ વાળી હોસ્પિટલમાં જગ્યા પણ ઉપલબ્ધ થતા રાજકોટવાસીઓ એ રાહતનો શ્ર્વાસ લીધો છે. રંગીલા રાજકોટમાં દુ:ખભર દિન બિતેરે ભૈયા…. અબસુખ આયો રે જેવા ગીતો ગાવાનો આગામી દિવસોમાં મોકો મળશે તેવું વાતાવરણ નિર્માણ થવાનું સૌ માની રહ્યા છે. પણ હજી કોરોના સાવ ચાલ્યો ગયો નથીએ તમારી આસપાસ જ છે. તે ન ભુલવું જોઈએ.

હજી સૌ નગરજનોએ પુરતી તકેદારી મહિનાઓ સુધી રાખવી જ પડશે. કારણ કે હજી ત્રીજી લહેર આવી રહી છે. વૈજ્ઞાનિકો પણ આ વાયરસને પુરેપુરો ઓળખી નથી શકયા સાથે તે આપણી ત્રણેય ઋતુમાં પણ જીવીત રહીને હજી ભારત સાથે આપણા ગુજરાતમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે, તેથી આપણે ગફલતમાં ન રહીને તેનીસામેના તમામ તકેદારી પગલા કદાચ હજી આ આખુ વર્ષ જાળવવા પડશે.

સાત્વીક ખોરાક-પુરતી ઉંઘ સાથે નાની મોટી કસરત અને તમારી રોગ પ્રતિકારક શકિત તમોને અવશ્ય બચાવી શકશે પણ થોડીક બેદરકારી તમોને ચેપ પણ આપી શકે છે. આપણા શહેરમાં વસતા બાળથી મોટેરા તમામ નાગરીકો પોતાની જવાબદારી સમજીને સરકારી ગાઈડલાઈનનું જેટલુ પરફેકટ પાલન કરશે. તોજ આપણે કોરોના સામે જંગ જીતીશું. ગુજરાત જાગ્યું… કોરોના ભાગ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here