જમ્મુ કાશ્મીરની ખીણમાં ભગવો લહેરાયો: જિલ્લા વિકાસની ચૂંટણીમાં 3 બેઠક કબજે કરતી ભાજપા

જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ગુપકાર ઘોષણા પત્ર ગાંઠબં (પીએજીડી) ખીણમાં મોટી જીત તરફ આગળ વધી રહી હતી. અલબત્ત મોટી વાત તો એ છે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ છેક કાશ્મીરની ખીણમાં પણ 3 બેઠકો ઉપર જીત મેળવી છે.

જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીમાં અપેક્ષા મુજબ પરિણામોની શકયતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી. જોકે, ખીણમાં પ્રવેશ કરીને ભાજપે ત્રણ બેઠકો જીતી લીધી છે. આ સાથે મોટી સંખ્યામાં અપક્ષોની વધેલી સંખ્યા પણ આશ્ચર્યજનક છે. જો આ વધારો પરિણામોમાં રૂપાંતરિત થાય છે, તો જમ્મુ-કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓના પ્રમુખ બનાવવામાં સ્વતંત્ર ઉમેદવારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાં બેઠક જીતીને ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે, 7 પાર્ટીઓએ સંગઠિત થઈ ભાજપ સામે ચૂંટણી લડી હતી. ગુપાકર ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, પીપલ્સ કોન્ફરન્સ, કઅવમી નેશનલ કોન્ફરન્સ, જે એન્ડ કે પીપલ્સ મૂવમેન્ટ તેમજ સીપીઆઈ અને સીપીએમનો સમાવેશ છે.