કેસર કેરી હવે સોરઠમાંથી ઉચાળા ભરી રહી છે !

ફળોની મહારાણી અને દુનિયામાં ધૂમ મચાવનારી ગીરની કેસર કેરી પર બદલાયેલા હવામાનના સંકટમાં જો સાવચેતી નહીં રખાય તો કેસર લુપ્ત થઇ જાય તેવી ભીતિ..

ઉનાળાના આકરા તાપમાં સ્વર્ગનો અનુભવ કરાવતા અને ફળોના મહારાજા ગણાથી કેસર કેરી ની સિઝન આ વખતે જરા અઘરી થઈ પડી છે ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે મોટી ખોટ ની નોબત આવી રહી છે હવામાન બદલાવ અને સતત પણે વધતા જતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેસર કેરી નું ઉત્પાદન ગયા વર્ષે તો પોતે વાવાઝોડું અને આ વખતે વિશ્વમ વાતાવરણના કારણે કેરીના બગીચામાં 10થી 15 ટકા જેટલું પાર્ક આવ્યો છે સરકારે પેકેજ જાહેર કર્યા છે પરંતુ આ પેકેજ આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા જેવું છે, એક જમાનામાં ગીરમાં ગોટલો નાખી દેતા અને આંબો ઊભો થઈ જતો હવે આધુનિક ખેતી અને વખતના કારણે કેસર કેરી ની ખેતી મૂંગી થઈ પડી છે.

નાના અને મધ્યમ ખેડૂતો તેરી અનિયમિત ખેતીના કારણે બગીચાઓ કાઢવા લાગ્યા છે જો આવીને આવી પરિસ્થિતિ થાય તો ગીરમાંથી કેસર કેરી ઉતારા ભરી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે સરકારે કચ્છમાં સો કરોડનો હોરટી હકલ્ચર પ્રોજેક્ટ આવ્યો છે તેવી રીતે ગીરની કેરી બચાવવા માટે પણ કંઈક નક્કર આયોજન થવું જોઈએ, જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અમરેલી રાજકોટ જામનગર અને ભાવનગર ના કેટલાક વિસ્તારોમાં કેસર કેરી ની ખેતી સ્ટેટસ બની ગઈ છે પરંતુ ગીરમાં કેસર ના બાગાયત માટે વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેવી રીતે દર વર્ષે માંડ 20 થી 25 ટકા પાક હાથમાં આવે છે, બદલાયેલા વાતાવરણમાં હવે જો પ્રાકૃતિક ખેતી અને આયોજન પૂર્વકનું અભિગમ નહિ અપનાવવામાં આવે તો કેસર કેરી કોર્ટમાંથી ઉચાળા ભરી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે

કેરીની બાગાયતદારીહવે ખોટનો ધંધો ખર્ચ થાય તેનાથી બસ ટકા વળતર મળે છે

કેસર કેરી ની ખેતી એક જમાનામાં ખૂબ વળતર આપનારી ગણાતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધતા જતા રાસાયણિક જંતુનાશકો ના ઉપયોગના કારણે ઉત્પાદન ઘટતું જાય છે બે વર્ષ પહેલા તોકેટ વાવાઝોડું અને આ વર્ષે ખરાબ વાતાવરણના કારણે માત્ર 10 થી 15 ટકા જ ઉત્પાદન થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે કેસર કેરી ની ખેતી માં ખર્ચ થાય એના કરતાં વધુ મહત્વના દિવસો પૂરા થઈ ગયા માત્ર 10 કે 20 ટકા વળતર મળતું હોવાથી નાના બગીચા સાફ થઈ રહ્યા છે અને ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે જો આને આ પરિસ્થિતિ રહી તો ગીરમાં થી નાના બાગાયત દાર આંબાના બગીચા કાઢી નાખશે અને આ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.

મધમાખી નહીં પણ “મધીયા” એ પથારી ફેરવી…

ગીર અને સોરઠ પંથકની કેસર કેરીની માંગ દુનિયા માં ધૂમ મચાવી રહી છે પરંતુ બદલાયેલા આબોહવા અને સતત પણે રસાયણિક જંતુનાશકોનો ઉપયોગ થી કેરી જોખમમાં મુકાઈ ગઈ છે આ વખતે કેરીના ફરવા માટે જરૂરી મધમાખી નહીં પણ બઢિયા નામના રોગે કેસર ની પથારી ફેરવી નાખી છે અત્યાર સુધીમાં 14 વખત મધ્યાન ની દવા છાંટતા છાંટતા અમૃત ફળ કેરી જજેરી  બની ગઈ છે ઉત્પાદન જાળવી રાખવા “મધિયા” ને કાબુમાં રાખવા દવાની માવજત ખેડૂતો માટે ઘાતક બની ચૂકી છે.

  • તાલાલા પંથકનાં 45 ગામો સજજડ બંધ
  • કેસર કેરીના પાકમાં થયેલુ નુકશાનીનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડુતો દ્વારા અપાયું બંધનું એલાન

કેસર કેરીને પાકમાં થયેલા  નુકશાનનું વળતર ચૂકવવાની માંગણી સાથે આજે  તાલાલા તાલુકાના 45 ગામોને આજે બંધ પાળ્યો હતો 45 ગામોનાં બંધના એલાનને કોંગ્રેસ  દ્વારા  સમર્થન  આપવામાં આવ્યું છે.ગત વર્ષ તાતે વાવાઝોડાના કારણે તાલાલા ગીર પંથકમા  કેસર કેરીના પાકને   વ્યાપક નુકશાની થવા પામી હતી. લાખો આંબાના  વૃક્ષ ધરાશાયી  થઈ ગયા હતા. ખેડુતોને પારાવાર નુકશાની થવા પામીહતી.  રાજય સરકાર  દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ નુકશાની જેટલી સહાય  ચૂકવવામાં આવી ન હતી આજે તાલાલા  પંથકના 45 ગામોએ સવારથી   સજજડ બંધ  પાળ્યો હતો.  જયારે તાલાલા  બપોર   બાદ બંધ રહ્યું હતુ.

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કેશર કેરીના પાકને નુકસાન થતા પાક સંપૂર્ણ નાશ પામેલ છે. આ નાશ પામેલ પાકનુ વળતર મેળવવા માટે તાલાલા-ગીર પંથકના 45 ગામના કિસાનોએ   ગામો બંધ પાળવાનુ એલાન  આપ્યુંં છે. તાલાલા-ગીર વિસ્તારમાં કેશર કેરીના પાકને ગત વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે પાકને મોટુ નુકશાન થયેલ અને કિસાનોનો પાક નિષ્ફળ ગયેલ, ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉભી થયેલ પરિસ્થિતિએ આંબા ઉપર તૈયાર થતા પાકનો નાશ કરી નાખતા કેશર કેરીનુ બાળ મરણ થયેલ છે.

તાલાલાના ગીર વિસ્તારમાં બે વર્ષથી કેશર કેરીનો પાક નિષ્ફળ જતા કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે.  આ આર્થિક નુકસાનના કારણે કિસાનો નોધારા થઈ ગયા છે, કિસાનોની યોગ્ય માંગણી પ્રત્યે ભાજપની સરકારે ઉદાસીનતા રાખતા અને કિસાનોના હિતમાં કોઈ નિર્ણય ના લેતા તાલાલા-ગીર વિસ્તારમાં જબરો રોષ ફેલાયો છે. કિસાન સંગઠનો દ્વારા, સહકારી સંસ્થાઓ દ્વારા અને ધારાસભ્યઓ દ્વારા કરવામાં આવેલ રજુઆતોને નિષ્ઠુર અને કિસાન વિરોધી ભાજપ સરકાર દ્વારા ધ્યાનમાં ના લેવાતા કિસાનોએ ઉગ્ર લડત કરવા નિર્ણય લીધો છે જે અંતર્ગત આજે  તાલાલા-ગીર વિસ્તારના 45 ગામો સજ્જડ બંધ પાળશે જેના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલાલા શહેર કોંગ્રેસ સમિતિ, તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિ, તાલાલાના ધારાસભ્ય  ભગવાનભાઈ બારડ દ્વારા ટેકો જાહેર કરેલ છે અને કિસાનોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમા જોડાશે

ગીર સોમનાથ જિલ્લામાં કેરીના નાશ પામેલા પાકનું વળતર મેળવવા સરકારમાં ધારદાર રજુઆત

અબતક, જયેશ પરમાર, સોમનાથ: તાલાલા ગીર સહિત ગીર સોમનાથ જિલ્લામાં વિપરીત વાતાવરણના કારણે નાશ પામેલ કેરીના પાકનું વળતર આપી ખેડુતોને યોગ્ય ન્યાય આપવા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઈ પરમારે સરકાર સમક્ષ માંગણી કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના કેસર કેરીના ઉત્પાદક કિસાનો વતી રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રી ને આપેલ આવેદનપત્રમાં જીલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું છે કે ખરાબ આબોહવાને કારણે કેરીના પાકને પારાવાર નુકસાન થયું છે,ગત વર્ષે પણ વાવાઝોડાના કારણે કેરીનો પાક નાશ પામતા કિસાનોને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હતો,જેથી કેસર કેરીના ઉત્પાદક કિસાનો મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે,જેમાં તાલાલા વિસ્તારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય,કેસર કેરીના ઉત્પાદક કિસાનોને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવા સરકાર સમક્ષ માંગણી કરી હતી.ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંગભાઈ પરમારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ને ગાંધિનગર ખાતે રૂબરૂ મળી કેરીના ઉત્પાદક કિસાનો વતી વળતરની કરેલ રજુઆતને કિસાનોએ આવકારી છે.

કેસર કેરીના અસ્તિત્વને બચાવવા માટે નિષ્ણાતોનું સંશોધન અને અભ્યાસ હવે અનિવાર્ય બન્યું છે: સંજયભાઈ શિંગાળા (ચેરમેન તાલાલા માર્કેટિંગ યાર્ડ)

તાલાલા સમગ્ર ગીર અને સોરઠ પંથકની જીવાદોરી બની રહેલી કેસર કેરી નું સતતપણે ઘટતું જતું ઉત્પાદન અને હવામાં નાથ અપેક્ષાના કારણે હવે કેસર કેરીની બાગાયતી ખેતી ખેડૂતોને પરવડે તેવી રહી નથી માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે કેસર કેરી ની ખેતી અગાઉ સંપૂર્ણપણે પ્રાકૃતિક ધોરણે થતી હતી પરંતુ હવે બદલાયેલા સમયમાં કારણે જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરો અનિવાર્ય બન્યા છે, આંબા સુપર કેરીનું ઉત્પાદન સતતઘટતું જાય છે અને ખર્ચો પણ ઊપડતો નથી, ત્યારે કેસર કેરીના અસ્તિત્વ અને સંવર્ધન માટે સરકારના પ્રયાસો થાય છે, પરંતુ હવે સમગ્ર પંથકમાં નિષ્ણાતો અને અભ્યાસ કરાવી કેસર કેરીના અસ્તિત્વને બચાવવા માટે વૈજ્ઞાનિક ધોરણે આયોજન કરવાની જરૂર છે

કેસર કેરી માટે હવામાન બદલાવ મોટી આફત

ગ્લોબલ વોર્મિંગની અસર હિમાલય ના ગ્લે શિયલ પર પડતી હોય તો ગીરની કેરી પર કેમ નહીં કેસર કેરી ની ખેતી પર હવામાન ની આદત પડી રહી છે વારંવાર આવતા વાવાઝોડા વરસાદ અને બદલાયેલા હવામાન અને વધતી જતી ગરમી ની સીધી અસર કેસર કેરી પર પડી રહી છે સોરઠની કેસર ની ખેતી ની પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે હવે ખર્ચ કરો એટલું પણ વળતર મળતું નથી.

સિંહનું સંવર્ધન કેસરનું કયારે ?

ગીરની ઓળખ અને ગુજરાત અને દેશના ગૌરવ એવા કેસરીસિંહ અને કેસર કેરીની ભૂમિ તાલાલા અને ગીર પંથકના સોરઠમાં અત્યારે કેસર કેરી પર કુદરતી આફતો નું સંકટ ઊભું થયું છે બદલાયેલું વાતાવરણ અને રસાયણીક ખાતરના અતિરેકથી કેરીનો પાક ઓછો થતો જાય છે ત્યારે જેવી રીતે ગીરમાં સિંહો નું સંવર્ધન થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં સિંહોની વસતી ફેલાઈ ચૂકી છે તેવી જ રીતે કેસર કેરીનું પણ રક્ષણ અને સંવર્ધન થવું જોઈએ કેસરીસિંહ ને બચાવવા માટે સમર્થન થતું હોય તો કેસર કેરી માટે કેમ નહીં?

કેસરને બચાવવા- સાચવવા ખેડૂતોએ બધા ભેગા બેસીને કંઈક અસરકારક નીતિ નક્કી કરવી જોઈએ

કેસર કેરી ની ખેતી હવે મોંઘી અને પરવડે તેવી રહી નથી ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરોના ભાવ વધી રહ્યા છે પૂરતું ઉત્પાદન થતું નથી બે-ત્રણ વર્ષે એકાદ વાર કેરીનો પાક નિષ્ફળ જાય છે સરકારી વળતર સહાય મળે પણ આભ ફાટ્યું હોય ત્યાં વિંશલમી મારવા જેવી પરિસ્થિતિ છે ખેડૂતોએ નવી ટેકનોલોજી અને કેસર કેરી ને બચાવવા માટે ખાસ રણનીતિ ઘડવાનો હવે સમય પાકી ગયો છે.