Abtak Media Google News

કુલ રૂ. 5 લાખનો મુદ્દામાલ કબજે :ચાર શખ્સોની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા બીએસએનએલના ટાવરમાં કિંમતી સામાનની ચોરી કરનાર ગેંગનો એલસીબીની ટીમે પર્દાફાસ કરી એક શખ્સની ધરપકડ કરી છે.લીંબડીથી સુરેન્દ્રનગર ચોરીનો સામાન વેચવા માટે આવતી બોલેરો પીકઅપને આંતરીને તલાસી લેતા રૂ.5.08 લાખનો મુદામાલ મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસએનએલના ટાવરમાં ખાસ કરીને કોઠારીયા, વડોદ, ફુલગ્રમ,ગોસળ બોર્ડ તથા દેવળીયા ગામમાં ચોરી થવાના બનાવો બન્યા હતા. આથી તસ્કરોને પકડવા માટે એલસીબી પીઆઇ ડી.એમ.ચૌધરીએ આપેલી સુચના અનુસાર તપાસના ચક્રોગતીમાન કર્યા હતા.જેમાં લીંબડીથી પીકઅપમાં ચોરીના સામાન ભરીને સુરેન્દ્રનગર વેચવા માટે આવતા હોવાની હકીકત મળતા એલસીબીના એન.ડી.ચુડાસમા, દશરથસિહ વાઘેલા, નિકુલસિંહ, અજય સિંહ અને દિલીપભાઇ સહિતની ટીમે વોચ ગોઠવી હતી.

જેમાં પીકઅપને આતરીને તલાસી લેતા તેમાથી બીએસએનએલ માંથી ચોરેલા સામાન સાથે મૂળ રાજસ્થાન ભીલાડ જિલ્લાનો વતની અને હાલ લીંબડી રહેતા ચુનીલાલ ભૈરૂલાલ ગુજજર ને પકડી લીધો હતો. પોલીસે તેની આગવી ઢબે કરેલી પુછપરછમાં બીએસએનએલના ટાવરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને તેની સાથે ચુડા તાલુકાના ભુગુપુર ગામના રામાભાઇ મીર,ભરતભાઇ સાજણભાઇ મીર,મૂળ રાજસ્થાનના ભીલાડ જિલ્લાનો વતની અને હાલ ધ્રાંગધ્રા રહેતો પ્રકાશ બન્નાલાલ ગુજનર અને ફરમાન કે ઇમારા નામના શખ્સના નામો આપ્યા હતા. જેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.