Abtak Media Google News

બીજા તબક્કાના મતદાનમાં પણ ઋષિ સુનક 101 વોટ સાથે મોખરે રહ્યા

યુકેના વડાપ્રધાનની રેસમાં મૂળ ભારતીય ઋષિ સૌથી આગળ રહ્યા છે. જે સ્પીડથી ઋષિ સુનક ને કંજરવેટિવ પાર્ટીના  સાંસદોનું સમર્થન મળી રહ્યું છે, તે હિસાબથી એવું લાગી રહ્યું છે કે, આ ભારતવંશી બ્રિટનના આગામી પીએમ બની શકે છે. તેઓ પોતાની પાર્ટીની અંદર બીજા રાઉન્ડની વોટિંગમાં સૌથી ટોપ પર છે. ગુરૂવારે થયેલા બીજા તબક્કાના મતદાનમાં ઋષિ સુનકને 101 વોટ પ્રાપ્ત થયા જ્યારે તેમના નજીકના પ્રતિદ્વંદ્વી પેન્ની મોર્ડાન્ટને 83 વોટ મળ્યા હતા. આનો અર્થ તે થયો કે ઋષિ સુનકે પોતાની પાર્ટી પર ખુબ જ સારી એવી પકડ બનાવી લીધી છે.બીજા રાઉન્ડના મતદાનમાં એક અન્ય ભારતવંશી સુએલા બ્રેવર આ રેસમાંથી બહાર થઈ ગયા છે. સુએલા બ્રેવરમેનને બીજા રાઉન્ડના મતદાનમાં 27 વોટ મળ્યા છે. હવે માત્ર પાંચ કેન્ડિડેટ રહી ગયા છે. ગુરૂવારની વોટિંગમાં પેન્ની મોર્ડાન્ટને 83, લિજ ટ્રાસને 64, કેમી બેડેનોકને 49 અને ટોમ ટૂજૈન્ટને 32 વોટ મળ્યા છે. આ પાંચ ઉમેદવારોમાંથી વધારે ત્રણ ઉમેદવાર પીએમની રેસમાંથી બહાર થઈ જશે. તે પછી બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જેમાંથી જેને વધારે વોટ મળશે તેઓ ઓક્ટોબરમાં બ્રિટિશ પીએમ બોરિસનના ઉત્તરાધિકારી હશે. બીજા રાઉન્ડની વોટિંગમાં બહાર થયેલ ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન જો ઋષિ સુનકને સમર્થન આપે છે તો તેમની સ્થિતિ વધારે મજબૂત બની જશે. પહેલા રાઉન્ડના મતદાનમાં ઋષિ સુનકને સૌથી વધારે 88 વોટ મળ્યા હતા.

આગામી ગુરૂવારે મતદાનનો ત્રીજો રાઉન્ડ

આગામી ગુરૂવારે હવે આગામી રાઉન્ડનું મતદાન થશે. ઋષિ સુનકે કહ્યું કે, તેઓ વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીને હરાવવા માટે સૌથી ઉત્તમ વ્યક્તિ છે. તેઓ ખુબ જ ઝડપી આગળ વધી રહ્યા છે. બ્રિટનના સર્વે અનુસાર ઋષિ સુનક બ્રિટનમાં ચૂંટણી પ્રચાર અભિયાનમાં સામેલ થનારા અંતિમ બે ઉમેદાવરોમાં સામેલ થઈ શકે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.