ગોંડલ સંપ્રદાયના મુકત લીલમ પરિવારના સાઘ્વી રત્ના પૂ. જ્ઞાનશિલાજી મ.સ. સમાધિ ભાવે કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના મુક્ત – લીલમ પરિવારના સાધ્વી રત્ના પૂ.જ્ઞાન શિલાજી મ.સ.મુંબઈ – પાવનધામ ખાતે સમાધિ ભાવે કાળધર્મ પામ્યાં..

76 વષેની ઉંમર, 53 વષેનો સંયમ પયોય.. રત્નકુક્ષિણી માતુશ્રી લીલાવંતીબેન અને ધમે પરાયણ પિતા વ્રજલાલ સંઘવી પરિવારમાં જન્મેલા એવા હળુ કર્મી આત્માએ ઈ.સ.1969 માં તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી ગોંડલ મુકામે 22 વષેની ભર યુવાન વયે સંયમ અંગીકાર કરેલ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે દમયંતીબેનમાંથી નૂતન દીક્ષિત પૂ.જ્ઞાન શિલાજી મ.સ.નામકરણ થયું.તેઓની સાથે પૂ.દશેનાજી મ.સ.ની પણ દીક્ષા થયેલ.

મૂળ સાવરકુંડલાના વતની વ્રજલાલ અમરચંદ  સંઘવી પરિવારમાં ત્રણ સુપુત્રો તથા ત્રણ સુપુત્રીઓમાં સૌથી મોટા બહેન દમયંતીબેનને પૂ.લીલમબાઈ મ.સ.નો પરિચય થયો અને વૈરાગ્ય ના રંગે રંગાયા.

તપ ત્યાગ અને જ્ઞાનાભ્યાસમા જોડાઈ ગયા.સરળ,ભદ્રિક અને નિખાલસ આત્મા.

ગુરુ આજ્ઞા મુજબ સૌરાષ્ટ્ર – મહારાષ્ટ્ર સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કર્યુ. છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત આરોગ્યને કારણે બોરીવલી સ્થિરવાસ બીરાજમાન હતા.શ્ર્વાસ લેવામાં વધારે તકલીફ થતાં તેઓને બોરીવલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.સાધ્વી રત્ના પૂ.ગીતાબાઈ મ.સ.અગ્લાન ભાવે સેવારત હતાં તથા મુંબઈના સેવાભાવીઓએ પણ બેજોડ વૈયવચ્ચ કરેલ તેમ પૂ.જ્ઞાન શીલાબાઈ મ.સ.ના સંસારી ભાઈ અશોકભાઈ સંઘવીએ જણાવ્યું છે.