કોઠારીયા સોલવન્ટમાં જન્મદિને જ સગીરાએ આપઘાત કર્યો

ભોમેશ્વર ફાટક પાસે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

શહેરમાં જુદા-જુદા બે સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં કોઠારીયા સોલવન્ટમાં પોતાના જન્મદિવસના દિવસે જ સગીરાએ ગળાફાંસો ખાય આપઘાત કર્યાની ઘટના સામે આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જ્યારે કોમેશ્વર ફાટક પાસે અજાણ્યા યુવાને ટ્રેનને હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલન્ટમાં નારાયણનગરની શેરી-8માં રહેતી દૃષ્ટિ ભરતભાઈ મકવાણા નામની 14 વર્ષની સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક દૃષ્ટિએ પોતાના જન્મદિન પર જ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અંગે ઘટનાની જન થતા આજીડેમ પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ. બોસિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથઘરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દૃષ્ટિ તામસી મગજની હોય અને ગઈ કાલે તેં ઘરે કોઈ ના હતું તે સમયે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનુ સામે આવ્યું છે.

તો બીજી તરફ ભોમેશ્વાર ફાટક પાસે મળતી વિગત મુજબ ભોમેશ્વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક આશરે 25 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. સંજયભાઇ કુમારખાણીયા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતક યુવાનના ખીસ્સામાંથી હીસાબ લખેલી ડાયરી મળી આવી હતી, તેમાં આઝાદ નામ લખ્યું હોવાનુ જાણવા મળ્યું છે.

આ બનાવમાં યુવાનની ઓળખ મેળવવા હેડ કોન્સ. ઘેલુભાઇએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર 0281-2588085 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.