મઝહબ નહીં શીખાતાં આપસ મેં બૈર રખના… સિવિલમાં દાખલ દર્દીના સ્વજનો માટે સહાયનો ધોધ વહાવતું સૈફુલ્લાહ ટ્રસ્ટ

0
284

ચા-કોફી, સૂકો નાસ્તો, જ્યુસ સહિતની ખાણીપીણીની વસ્તુ જોઈએ એટલી વાર લઈ જવાની છૂટ: હોમ આઈસોલેટ દર્દીઓને ટિફિનની પણ કરાઈ રહેલી વ્યવસ્થા

રાજકોટમાં અત્યારે કોરોના નામનો રાક્ષસ બેફામ રીતે લોકોને હેરાન-પરેશાન કરી રહ્યો છે. આટલા કપરાં સમયમાં સામાજિક સંસ્થાઓ, વિવિધ ગ્રુપ્સ, સંગઠનો બે નહીં પરંતુ ચાર-ચાર હાથે જરૂરિયાતમંદોની વ્હારે આવી રહ્યા છે. અત્યારે મદદ કરવા માટે ન તો કોઈનું નામ, ન તો કોઈનું સરનામું કે ન તો કોઈની અટક પૂછવામાં આવી રહી છે…બસ, માત્ર મદદ…મદદ…મદદ જ કરાઈ રહી છે ત્યારે રાજકોટના સૈફુલ્લાહ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઝરીયા-એ-શિફા ગ્રુપ તેમજ મસ્જિદ-એ-શહરબાનુ દ્વારા મર્હુમ આરીફભાઈ ચાવડાના ઈશાલે સવાબ અર્થે શહેરના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાંથી આવતાં કોરોનાના દર્દીઓના સ્વજનોને હાલાકી ન પડે તે માટે ઑક્સિજનથી લઈ પાણી સુધીની તમામ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ચૌધરી હાઈસ્કૂલ ખાતે જ ડોમ ઉભો કરીને આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓ સહિતનાઓ માટે ચા, કોફી, સૂકો નાસ્તો, મોસંબી જ્યુસ, પુરીશાક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓ માટે ઑક્સિજન સિલીન્ડરની પણ વ્યવસ્થા અહીં જ કરાઈ રહી છે જેથી કોઈ દર્દીનું ઑક્સિજન સિલીન્ડર પૂરું થઈ જાય અને તેમને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે…સાથે સાથે હોમ આઈસોલેટ દર્દીઓ માટે પણ સિલીન્ડર અહીંથી જ રિફિલિંગ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે તો હોમ આઈસોલેટ દર્દીઓને સમયસર ટિફિન પહોંચાડવાનું કામ પણ અત્રેથી કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here