Abtak Media Google News

એશિયાડમાં પહેલીવાર સિંગલ સ્પર્ધામાં મેડલ મળ્યો

18મી એશિયાડ ગેમના 9માં દિવસે સોમવારે 41 ગોલ્ડમેડલ માટે ખેલાડીઓ રમશે. બેડમિંટન મહિલા સિંગલ્સ કેટેગરી સેમીફાઈનલમાં ભારતની શટલર સાઈના નહેવાલે હારીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જોકે મહિલા સિંગલ કેટેગરીમાં ભારતે પ્રથમ વખત મેડલ મેળવ્યો છે. આજે પીવી સિંધુ પણ સેમી ફાઈનલ રમશે. બીજી બાજુ મહિલા હોકી પુલ બીમાં ભારતનો મુકાબલો થાઈલેન્ડ સાથે થશે.

એથલેટિક્સના જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પર બધાની નજર રહેશે. નીરજે કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમની સાથે આજે શિવપાલ સિંહ પણ રમશે. પુરુષ હાઈ જંપમાં ભારતના ચેતન બાળસુબ્રમન્યા ગોલ્ડ મેડલ જીતવા રમશે. હાઈ જંપની મહિલા કેટેગરીમાં નીના વર્કીલ અને નયના જેમ્સ મેદાનમાં ઉતરશે. મહિલા 400 મીટર હર્ડલમાં જૌના મુર્મ અને અનુ રાઘવન ગોલ્ડ મેડલ માટે રમશે. જ્યારે મહિલા 3000 સ્ટીપલચેજમાં સુધા સિંહ રમશે. આ જ ઈવેન્ટમાં પુરુષ કેટેગરીમાં શંકરલાલ સ્વામી પણ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.