Abtak Media Google News

219માં આરતી પ્રાગટય મહોત્સવમાં સંતોની વિશેષ ઉપસ્થિતિ: હરીભકતો થયા ભાવવિભોર

અબતક,રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સુરત તથા નીલકંઠ ધામ પોઈચાથી પ્રભુ સ્વામી,  ભક્તિ તનયદાસ સ્વામી,  ભજન સ્વામી’ તથા  યોગદર્શન સ્વામી લંડનની સત્સંગ યાત્રાએ  પધાર્યા હતા.ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પધારેલા સંતોનું ગુરુકુલના યુવાનો  સંજયભાઈ તથા દિનેશભાઈ ઝાલાવાડીયા વગેરે એ એરપોર્ટ પર સ્વાગત  કર્યું હતુ.નૂતન વર્ષના નવલા દિવસોમાં કોરોના કાળ પછી બે વરસે લંડન પધારતા સંતોની ઉપસ્થિતિમાં હરિભકતોનું સ્નેહમિલન તથા આરતી મહોત્સવ  યોજાય હતુ.પ્રભુ સ્વામીના જણાવ્યાનુંસાર ’ આર્તનાદથી કરાતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે’.  દરેક સંપ્રદાયોના. નાના મોટા મંદિરોમાં ભગવાનની તેમજ માતાજી તથા ગંગાજી યમુનાજી વગેરે પવિત્ર નદીઓની  ભક્તો ભાવથી આરતી ઉતારતા હોય છે. સંધ્યાના સમયે થતી આરતીના શ્રધ્ધાળુ લોકો દર્શન કરવા આતુર હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા શિખરબદ્ધ મંદિરોમાં પાંચ વખત આરતી થતી હોય છે. વહેલી સવારે મંગળા આરતી પછીથી શણગાર આરતી, બપોરે થાળ સમયે રાજભોગ આરતી, સાંજે સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી. ઉપરાંત સંતો હરિ ભક્તોના ઘરે પધરામણી એ પધારતા હોય છે ત્યારે પણ આરતી કરતા હોય છે. એ સિવાય હરિભક્તો પણ પોતાના ઘરે રહેલ  ઠાકોરજીની આરતી તથા  નિત્ય પૂજામાં પણ આરતી ઉતારતા હોય છે. ” જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ” આ આરતીનો 219 મો પ્રાગટ્ય મહોત્સવ સંતોની ઉપસ્થિતિ રહ્યા હતા.લંડનના કેન્ટન હેરો ખાતે પ્રિસ્ટ મીડ સ્કૂલમાં યોજાયેલ સભાના પ્રારંભે કીર્તન ભક્તિ યોજાયેલ. સુરત સ્વામિ નારાયણ ગુરુકુલ વેડરોડથી પધારેલ  ભક્તિ તનયદાસજી સ્વામીએ પ્રાસંગિક વાત કરી યજમાન  ભરતભાઇ દેસાઇ પાસે સંતોનું પૂજન  કર્યું હતુ. વિશેષમાં તેઓએ 219માં આરતી પ્રાગટ્ય મહોત્સવ અંગે વાત કરતા કહ્યું હતું કે 4પ વર્ષના સદગુરૂ  મુક્તાનંદ સ્વામીએ 21 વર્ષના શ્રી સહજાનંદ સ્વામીની આરતી ઉતારી  ભગવાનપણાની નિષ્ઠાની દઢતા કરી હતી.  આ પ્રસંગે નરેશભાઈ સાવલીયા,લાલજીભાઇ વેકરીયા,  માવજીભાઈ ડલાસીયા’ પ્રવિણભાઈ શાહ ’ વિશ્રામભાઈ’, અંકિતભાઈ ગોડલીયા’ વિનોદભાઈ રાઘવાણી  વગેરે ઉપસ્થિત સહુ ભાવિકોએ તથા સંતોએ સમૂહમા ભગવાનની આરતી  કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.