Abtak Media Google News

યુવાનોને પુસ્તકોના પ્રેમ તરફ વાળવાની શ્રઘ્ધા સાથે કરાયેલી પહેલ

આજકાલ લોકો યુટ્યુબમાં અવનવા વિડીયો જોઈ રહ્યા છે, માણી રહ્યા છે.પુસ્તકોના રીવ્યુ અને ઓડિયોબુકના નવા ક્ધસેપ્ટને પણ લોકોએ વધાવ્યો છે. ત્યારે હૃદયસ્થ ડો. પ્રતાપભાઈ પંડ્યા દ્વારા પ્રેરિત પુસ્તક પરબ સંસ્થા વતી અને મનીષાબહેન પંડ્યાના પ્રોત્સાહનથી એક અનોખી સીરીઝ સાંઈરામ દવે દ્વારા શરુ કરવામાં આવી છે.

જેમાં તેઓ અનોખા પુસ્તકોનું વાચિકમ કરી અને લોકો સુધી એ પુસ્તકોના સારા વિચારને અને વાતને પહોંચાડશે. આ વિડીયો સીરીઝનો પહેલો એપિસોડ સાંઈરામ દવેની યુટ્યુબ ચેનલ  પર  રીલીઝ થઈ ચૂકી છે. સોશ્યલ મીડિયામાં બહોળો ચાહક વર્ગ ધરાવતા સાંઈરામ દવેની આ પહેલ યુવાનોને પુસ્તકોના પ્રેમ તરફ વાળશે તેવી શ્રદ્ધા અસ્થાને નથી. ચાહકો આ વિડીયો સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સાંઈરામ દવે આ વાતને, વિચારને લોકો સુધી પહોંચાડવા તત્પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.