Abtak Media Google News

શહેર ભાજપ કાર્યાલય, સિદ્ધિ વિનાયક ધામ, ત્રિકોણ બાગ કા રાજા, રાજકોટ કા મહારાજા… ચંપકનગર સહિતના વિસ્તારોમાં બિરાજમાન દુંદાળા દેવના ચરણમાં વંદન કરી ધન્યતા અનુભવતા વિજયભાઈ રૂપાણી

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવ ની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેન રૂપાણીએ સહ પરિવાર શહેરના વિવિધ ગણપતિ પંડાલોની દર્શન યાત્રા કરી ધન્યતા અનુભવી હતી, ગણપતિ મંગલ મહોત્સવના સાતમા દિવસે શહેર ભાજપ કાર્યાલય સિદ્ધિવિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજિત ગણપતિ મહોત્સવમાં મહા આરતીનો લાભ લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અંજલિ બેન રૂપાણીએ ધન્યતા અનુભવી હતી શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી કિશોરભાઈ રાઠોડ નરેન્દ્રસિંહ ઠાકોરની યાદીમાં જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી ના શુભ દિવસથી 9 સપ્ટેમ્બર સુધી આયોજિત ભાજપ કાર્યાલય સિદ્ધિવિનાયકદ્ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવ નું સાદગીભેર આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે મહોત્સવના સાતમા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી કમલેશભાઈ મીરાણી નીતિનભાઈ ભારદ્વાજ  જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ નરેન્દ્ર ઠાકોર રક્ષાબેન બોડીયા રાજુભાઈ ખેરા અનિલભાઈ પારેખ મનુભાઈ વઘાસીયા કિશનભાઇ ટીલવા દિવ્યરાજસિંહ ગોહિલ કેતનભાઇ વાછાણી ભરતભાઈ સુરેન્દ્રસિંહ વાળા જયાબેન ડાંગર સોનલબેન સેલરા સહિતના આગેવાનોએ દાદાના દર્શન કર્યા હતા ભાજપના સિદ્ધિવિનાયક ધામ ખાતે આજે 7/9 ના રોજ આઠમા દિવસે સાત વાગે મહા આરતી યોજાશે જેમાં આગેવાનો ઉપસ્થિત રહેશે

Untitled 1 Recovered Recovered Recovered 24

વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેને સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત યાજ્ઞિક રોડ પરના રાજકોટ કા મહારાજા ના આંગણે  પરિવાર સાથે દર્શને ગયા હતા. તેમની સાથે પ્રદેશ ભાજપ આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ વંદનાબેન ભારદ્વાજ પણ જોડાયા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેન ને દાદા ના દર્શન નો લાભ લઈ તેને અનુભવી હતી રાજકોટના મહારાજામાં આજે સાંજે છ થી આઠ સત્યનારાયણ ભગવાનની કથા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા સિદ્ધિવિનાયક દેવ ત્રિકોણ બાગ કા રાજાના દરબારમાં ભાવિકોની ભીડ વચ્ચે સેકડો શહેરીજનો ની ગણેશ વંદના માં ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલી બેને ત્રિકોણ બાગ કા રાજા ના દરબારમાં માથું ટેકવ્યું હતું.. સાંજે આરતીમાં વિજયભાઈ રૂપાણી દંપતી ની સાથે નીતિનભાઈ ભારદ્વાજ સામાજિક રાજકીય આગેવાનો અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેન નું મહા આરતીબાદ ગણપતિ વંદના કરી હતી અને મુખ્ય આયોજક જીમીભાઈ અડવાણી સહિતના આગેવાનોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું  ત્રિકોણબાગ કા રાજામાં આજે ઇસ્કોન મંદિરના કૃષ્ણ ભરતભાઈ બહેનોના ધૂન નૃત્ય અને સાંજે 8/30 વાગે સુપ્રસિદ્ધ કલાકારોનો ભવ્ય લોક ડાયરો યોજાશે રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં છે ત્યારે વિજયભાઈ રૂપાણી દંપત્તિએ શહેરમાં ઠેર ઠેર બિરાજમાન ગણપતિ દાદા ના દર્શન માટે પંડાલોની દર્શન યાત્રા કરી હોય તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં દાદા ના દર્શન અને મહા આરતીનો લાભ લીધો હતો.

ત્રિકોણબાગ કા રાજાની આરતીનો ધર્મલાભ લેતા વિજયભાઈ રૂપાણી

05 2

રાજકોટનો ત્રિકોણ બાગ કારાજા ગણપતિ મહોત્સવ લોકઆસ્થાનું કેન્દ્ર છે. ત્રિકોણબાગ કા રાજાની સન્મુખ આવનાર હરકોઈ શ્રધ્ધાળુની મનોકામનાપૂર્ણ થાય છે. અહિ પ્રસ્થાપિત થયેલ સુંદર અને  મનમોહક મૂર્તિમાં શ્રધ્ધા સેવતોભાવિકોનો મોટો વર્ગ છે, એટલે જ સ્વયંભૂ પ્રસાદની  અહિ વર્ષા થાય છે. મુંબઈના લાલબાગ કા રાજા પછીરાજકોટના ત્રિકોણ બાગ કા રાજાએ લોક આસ્થાનું સ્થાન લીધું છે.

મહાઆરતીમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી,  પ્રદેશ કોગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, ત્રિકોણબાગ કા પંડાલમા ભકિતભાવથી મહાાઆરતીમાં ભાગ લઈને ગણપતિ વંદના કરી હતી. જીમ્મીભાઈ અડવાણી સહિત સૌ સાથી કાર્યકરોએ આ મહેમાનોનું ફૂલહાર બુકેથી સ્વાગત કર્યું  હતુ.આજે સાંજે ત્રિકોણબાગ કા પ્રાંગણમાં  ઈસ્કોન મંદિરના કૃષ્ણભકત ભાઈ બહેનોના ધૂન નૃત્યથી ત્રિકોણબાગ પરિસર  ગુંજી ઉઠશે રાત્રે 8.30 વાગ્યે ત્રિકોણબાગના પ્રાંગણમાં સુપ્રસિધ્ધ લોક કલાકારોનોભવ્ય લોક ડાયરો વિશાળ શ્રોતા સમુદાયને મોડીરાત સુધી મોજ કરાવશે. આવતીકાલે શુક્રવારે મહોત્સવના અંતિમ ચરણોમાં સાંજે 5.30 વાગ્યે સત્યનારાયણ દેવની કથા અને રાત્રે દાંડિયા રાસ સ્પર્ધા તથા ઈનામ વિતરણનો  કાર્યક્રમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.