Abtak Media Google News

આવશ્યક સેવા સિવાય રાત્રીના ૯થી સવારના ૫ સુધી તમામ આવન જાવન પર પ્રતિબંધ

વિશ્વભરમાં કોરોના મહામારીના પગલે ચાલી રહેલા લોક ડાઉનથી જનજીવન લાંબા સમયથી સુન્ન મુંન થઈ ગયું છે, ત્યારે પાંચમા તબક્કાના લોક ડાઉનમાં તારીખ ૮ જૂનથી કેટલીક આવશ્યક સેવાઓમાં છૂટ સાથેના સરકારના આદેશના પગલે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને નવા નિયમ સાથે પાંચમા તબક્કાના અમલ માટેના આદેશો જારી કર્યા છે.

જૂનાગઢ જિલ્લાના નવા જાહેરનામા મુજબ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, અલબત્ત ઓનલાઇન શિક્ષણ અને કાર્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, મંદિર, સહિતના દેવસ્થાનો તથા હોટલ, રેસ્ટોરન્ટ ને પણ ૮ જૂનથી શરૂ કરવાના આદેશો સાથે સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોની જાળવણી તાકીદ કરવામાં આવેલ છે,

જાહેરનામામાં હોટલ, રેસ્ટોરન્ટ માં ૭ તારીખ સુધી માત્ર પાર્સલની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ૮ તારીખથી ધંધો શરૂ કરવાની પરવાનગી આદર્શ આચારસંહિતાના અમલ સાથે આપવામાં આવી છે. પરંતુ જિલ્લામાં  મલ્ટિપ્લેક્સ સિનેમા, પ્રાણીસંગ્રહાલય, ઉપરકોટ, બગીચાઓ, દરિયાની ચોપાટી, પુરાતત્વીક સ્થળો, સહિતના જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો તથા મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા  સ્થળોએ બંધ રાખવાના આદેશો આપ્યા છે.

નવા જાહેરનામામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ કરવામાં આવી છે, માસ કે મો બાંધવું ફરજિયાત બનાવાયું છે, પાલન ન કરનારને ૨૦૦રૂપિયાનો દંડ, સમશાન યાત્રામાં ૨૦ અને લગ્નમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓને મંજૂરી, જાહેર સ્થળ પર મુકનારને બસો રૂપિયાનો દંડ, તમામ કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં લોકકલ્યાણ અને સલામતીને ધ્યાને લઇ ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, બીમાર વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને દસ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવાના આદેશો આપ્યા છે.

આ જાહેરનામા મુજબ સવારના ૭ થી સાંજના ૭ સુધી આવા સેવાઓ ચાલુ રહેશે, આવશ્યક સેવાઓમાં આવતી તમામ પ્રવૃત્તિઓ સિવાય રાતના ૯ થી સવારના પ વાગ્યા સુધી તમામ આવન જાવન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.