Abtak Media Google News

પીઢ અભિેનતા દિલીપકુમારના નિધનના સમાચાર વહેતા થયા હતા ત્યારે પત્ની સાયરા બાનોએ સ્પષ્ટતા કરી હતી કે, દિલીપકુમારને મુંબઇની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટરને ૯૮ વર્ષ થઇ ગયા છે જેના કારણે તેઓ સ્વાસ્થ્ય સંબંધી કેટલીક બિમારીઓનો સામનો કરી રહ્યાં છે પરંતુ હાલ તેમની તબિયત સતત સુધારા પર છે.

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને સ્વાસ્થ્ય કારણેને રવિવારે મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. ડૉક્ટર જલીલ પારકર ૯૮ વર્ષીય એક્ટર દિલીપકુમારનો ઇલાજ કરી રહ્યાં છે. આ પહેલા મે મહિનામાં એક્ટરને રૂટીન ચેકઅપ માટે આ જ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, અને તમામ ટેસ્ટ બાદ તેમને જલ્દીથી હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા હતા.

શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં કરાયાં છે દાખલ: તબિયત્ત સુધારા પર

Dilip Kumar

બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર, જેમણી તબિયત અવાર નવાર નાદુરસ્ત રહે છે. જેના કારણે તેમનાથી તેમના બન્ને ભાઇઓના નિધનના સમાચાર છુપાવવામાં આવ્યા હતા. દિલીપ કુમારના બન્ને ભાઈએ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતા. દિલીપકુમારના ભાઈ ૯૦ વર્ષના અહેસાન ખાન અને ૮૮ વર્ષના અસલમ ખાન બન્ને કોરોના વાયરસ પોઝિટિવ હતા, જેમણે સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બન્ને ભાઈના મોત થયા હતા. સાયરા બાનોએ કહ્યું, દિલીપ સાહેબને આ જાણકારી નથી આપવામાં આવી કે અસલમ ભાઈ અને એહસાન ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. અમે દરેક પ્રકારના પરેશાન કરતા સમાચાર તેમનાથી દૂર રાખીએ છીએ.

દિલીપ કુમારે ૧૯૪૪ માં જ્વાર ભાટાની સાથે પોતાની શરૂઆત કરી અને સૌદાગર(૧૯૯૧), દેવદાસ (૧૯૫૫), કર્મા (૧૯૮૬), નયા દૌર (૧૯૫૭), ગંગા જમુના (૧૯૬૧), કોહિનૂર (૧૯૬૦), મુગલ-એ-આઝમ (૧૯૬૦), અને રામ ઔર શ્યામ (૧૯૬૭) વગેરે જેવી મેગા ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. તેઓ છેલ્લીવાર વર્ષ ૧૯૯૮માં ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.