Abtak Media Google News

કોરોના દ્વારા છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, સરકાર, વૈજ્ઞાનિકો, ડોકટરો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સતત પ્રયાસમાં જુટાયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘાતકી સાબિત થયેલી બીજી લહેરના અંતનાં અણસાર દેખાઈ રહ્યા છે. ગુજરાત સહિત મોટાભાગના રાજયોમાં કેસ ઘટયા છે તો સામે રીકવરી રેટ ઘટયો છે. આ સ્થિતિમાં પણ ગુજરાત અવ્વલ નંબરે છે.

ગુજરાતને જગાડી, કોરોનાને ભગાડવાના મહામારીના આ યુધ્ધમાં તંત્ર, ડોકટર-વૈજ્ઞાનિક તેમજ સમાજ શ્રેષ્ઠીઓ અને લોકોની જાગૃકતાનો તો સિંહફાળો છે જ પરંતુ આ કપરાકાળમાં જો કોઈનો અહમ અને જેનું કયારેય ઋણ ન ચૂકવી શકાય એવો ફાળો હોય તો તે છે. આપણા કોરોના વોરિયર્સ ડોકટર-નર્સિંગ સ્ટાફ, ડોકટર દેવાના દૂત હોય છે. આ વાત આજે સાબિત થઈ રહી છે. આ કોરોના વોરિયર્સએ પણ સગા સંબંધિઓને ગુમાવ્યા છે. કોઈએ ભાઈ તો કોઈએ બેન, માતા, પિતા, પતિ, સાસુ-સસરા ગુમાવ્યાં છે.  આવા જ એક કોરોના વોરિયર્સ કે જેમણે માતા પિતાની છ્ત્ર છાયા ગુમાવી છ્તા હિમંતભેર પોતાની જવાબદારી નિભાવી દર્દીઓની સારવારમાં ઉતર્યા છે.

રાજકોટની પીડીયું મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં ભણતર કરતી અપેક્ષા મારડિયાએ અબતક સાથેની ખાશ વાતચીતમાં જણાવ્યું હતું કે વિસ દિવસ પહેલા તેના પુરા ઘર એટલે કે તેના માતા-પિતા,ભાઈ અને તેણીને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેમાં તેના માતા-પિતાની સ્થિતિ ગંભીર થઇ હતી જેમાં અપેક્ષાના પિતાજી ગત. તા. 6 એપ્રિલ અને માતા તા.10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુ:ખ આવી પડ્યું, સાથે 10 માં ધોરણમાં ભણતા નાના ભાઈના ભણતરની પણ મોટી જવાબદારી આવી ચડી  પણ તેને હિંમત હાર્યા વગર આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી, પરંતુ તેણે ફરજને પ્રાથમિકતા આપી. દુ:ખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો હતો અને કહ્યું હતું કે આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા – પિતાને બચાવીને મારે મારા માતા – પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી  એમ કહી કોરોના વોરિયર્સની પોતાની જવાબદારી નિભાવી રહી છે. અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જયારે મેડિકલ ટીમ પર ભરોસો છે, ત્યારે તેમની અપેક્ષા પરિપૂર્ણ કરીશ અને આ વિશ્વાશ સાથે જ કોરોનાને બધા સાથે મળીને  હરાવીશુ અને કહેશુ “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું “

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.