રાજકોટ કોર્પોરેશનના 81 કર્મચારીઓના પગાર વધ્યા એકને બઢતી, 3 વારસદારોને નોકરી અપાઇ

રાજકોટ મહાનગરપાલિકામાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટિની બેઠક મળી હતી. સરકારના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ.

ડી.પી.સી. કમિટિમાં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (સિવિલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સંવર્ગમાં ખાલી પડેલ 1 જગ્યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવેલ. જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં 12 વર્ષ અને 24 વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-3 ના કુલ-11 કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-4 ના કુલ-1 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવ્યા હતા.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ 12 અને 24 વર્ષના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-69 સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા જે સફાઇ કામદારો સ્વૈચ્છિક નિવૃત થયેલ હોય તથા જે સફાઇ કામદારોનું દુ:ખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટિ દ્વારા સમીક્ષા કરતા કુલ-3 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી કમિટિ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

આમ રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કુલ-1 કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-81 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-3 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે.