Abtak Media Google News

જુનાગઢના ભેંસાણ તાલુકાના ભાટ ગામમાં બરફ ગોલા વેચવા આવેલા એક શખ્સ પાસેથી સ્થાનિક મહિલાઓએ દેશી દારૂ ઝડપી પાડી ગોલા વેચનારનો દારૂના ધંધાનો પર્દાફાસ કરી પોલીસને કરવાની થતી કામગીરી બજાવી હતી.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં દેશી દારૂનું દુષણ વધી ગયું હોવાથી ગામની મહિલાઓએ થોડા દિવસો પહેલા વોચ ગોઠવી એક શખ્સને દેશી દારૂના બાચકા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ ગઈકાલે મહિલાઓને રીક્ષામાં બરફ ગોલા વેંચવા આવતો શખ્સ બરફ ગોલાની આડમાં દેશી દારૂ વેંચતો હોવાની માહિતી મળતા મહિલાઓએ વોચ ગોઠવી રિક્ષામાં બરફ ગોલા વેચવા આવેલા રાકેશ નામના યુવકની લારીમાંથી દેશી દારૂની કોથળીઓ ઝડપી પાડી હતી.

સ્થાનીક મહિલાઓએ આ શખ્સની બરફ ગોલાની રિક્ષામાંથી દેશી દારૂ ઝડપી પાડયો હોવાનો વીડિયો વાઈરલ થતા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.