Abtak Media Google News

સળીબાજ મમતા ભારતના રાજકારણમાં કઈક નવા જૂની કરવાની છે. જો કે તેના શ્રી ગણેશ તેને કરી જ નાખ્યા છે. રાજકારણની હકીકત છે કે તેમાં જે દેખાતું હોય છે. તેની પાછળનું ચિત્ર તો અલગ જ હોય છે. જેના ઉપર સામાન્ય માણસને તો વિશ્વાસ પણ ન આવી શકે. તેમાં પણ મમતા એટલે જેવી તેવી નહિ પીઢ રાજકારણી.

મમતા બેનર્જી માયાવતીની બાપ-દાદાને કારણે નહીં, પરંતુ પોતાની તાકાત અને આવડતને કારણે આ સ્થાને પહોંચ્યા છે. દેખીતી રીતે મમતા બેનર્જી વધુ પડતા ઉદ્ધત અને ઉતાવળિયાં લાગે, પરંતુ એમના આ સ્વભાવ પાછળ પણ ખાસ ગણતરીઓ રહેલી હોય છે. ક્યારે, ક્યાં અને કોની સાથે સમાધાન કરવું કે દુશ્મનાવટ કરવી એની એમને સારી રીતે ખબર હોય છે.

હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે કે તૃણમૂલ કોંગ્રેસ હવે ફક્ત બંગાળ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશ આખામાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરશે. આવું દેખીતી રીતે લાગી રહ્યું છે. કોંગ્રેસના અમુક નિષ્ણાંતો તેમને ભાજપના છુપા એજન્ટ ગણાવી રહ્યા છે. આ આક્ષેપ એમનમ તો ન હોય શકે, વાતમાં કઈક તો દમ હશે જ. એક રીતે જોઈએ તો આવું બની જ શકે છે. કારણકે ભાજપ ઈચ્છે છે હવે ભારત કોંગ્રેસ મુક્ત થઈ જાય. એના માટે એક જ રસ્તો છે કે કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસમાંથી બહાર કાઢવામાં આવે. જો ભાજપ બોલાવે તો આ નેતાઓ આવશે નહિ અને આવી શકશે પણ નહીં.

પણ જો મમતા એવી હાંકલ કરે કે ચાલો, આપણે બધા એક વિચારધારા વાળા છીએ. ભાજપનો વિકલ્પ બનીએ. તો પક્ષથી અંદરખાને નારાજ કોંગી નેતાઓ કોંગ્રેસમાંથી બહાર નીકળી શકે છે. હવે વાસ્તવિક ચિત્ર જોઈએ તો આવું જ કંઈક થઈ રહ્યું છે. મમતા કોંગ્રેસથી નારાજ એક પછી એક નેતાઓને ટાર્ગેટ કરી રહી છે. આ ઉપરાંત ખુલ્લે આમ કોંગ્રેસ વિશે ખરાબ બોલીને નારાજ નેતાઓને પોતાના તરફ આકર્ષી રહી છે. આમ હવે એતો નક્કી જ છે કે મમતા દેશના રાજકારણમાં કઈક નવા જૂની કરવાની છે. આ વાત હતી મમતા અને મોદીની સંભવિત ડિલની એક સાઈડની. હવે બીજી સાઈડની વાત કરીએ તો આવું કરવામાં મમતા ને શુ ફાયદો? તો એવું બની શકે કે મોદીએ મમતાને કોંગ્રેસને તોડવાનું મિશન સોંપ્યું હોય, બદલામાં મમતાને બીજા અમુક રાજ્યોમાં ગઠબંધનમાં મદદ કરવાનું વચન આપ્યું હોય. આવું કરવાથી મમતાને પણ ફાયદો થશે. પણ આવું કરવાથી ભવિષ્યમાં મમતા મોદીને નડતરરૂપ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.