Abtak Media Google News

તારલાઓ ખરી પડયા… સલમાન, શાહ‚ખ રણબીર બધા ફલોપ થયા છે. સુપરસ્ટાર્સની ફિલ્મો ચાલવાની કોઈ જ ગેરન્ટી નથી. આ સિવાય હાર્ટથ્રોબ હૃતિક રોશનની છેલ્લી બે ફિલ્મો મોંહે-જો-દરો અને કાબિલ ફલોપ થઈ છે. કાબિલ કંઈક બિઝનેસ મેળવી શકી હતી પરંતુ હિટ કે સુપરહિટની કેટેગરી મેળવી શકી ન હતી.બીજી તરફ, વર્ષમાં સરેરાશ ત્રણ ફિલ્મો કરતો અક્ષય કુમાર અને વર્ષે માત્ર એક જ ફિલ્મો કરતો આમીર ખાન સુપરહીટ જઈ રહ્યા છે. બંને મે રાશીના છે જે નોંધવામાં આવે. જો કે અક્ષયકુમારનું સાચુ નામ રાજીવ ભાટીયા (તુલા રાશી) છે. આમીરનું સાચુ નામ આમીર હુશૈન ખાન છે.જો કે બોલીવૂડમાં સ્ટાર ડમની લાંબામાં લાંબી ઈનિંગ ૩ ખાન બંધૂઓને નામે છે. શાહ‚ખની જબ હેરી મેટ સેજલ, સલમાનની ટયૂબલાઈટ અને રણબીરની જગ્ગા જાસૂસ સરિઆમ નિષ્ફળ નીવડી છે.તાજેતરમાં આમીર ખાને સલમાન અને શાહ‚ખનો બચાવ કરતા ક્હયું કે કોઈ એક ફિલ્મ નિષ્ફળ જાય તો તેનાથી સ્ટાર ડમ પર કોઈ ફેર પડતો હોય તેવું લાગતુ નથી તેણ અક્ષયની ટોઈલેટ એક પ્રેમકથાના વખાણ કર્યા હતા. તેણે અક્ષયકુમારને પણ સુપરસ્ટાર કીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.