સલમાને શરૂ કર્યું ‘ ટાઈગર જિંદા હૈ ‘નું શૂટિંગ ……

tiger zinda hai | bollywood movie | salman khan
tiger zinda hai | bollywood movie | salman khan

બોલિવૂડના સુલતાન એટલે કે સલમાન ખાન અને કેટરિના કૈફ તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. હકીકતમાં બન્ને પોતાની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના શૂટિંગ માટે ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. આ દરમિયાન સલમાન અને કેટરિના બન્નેએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. નોંધનીય છે કે આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’ની સીક્વલ છે.

ફિલ્મ માટે સલમાને ઘટાડ્યું 17 કિલો વજન

સોશ્યિલ મીડિયા પર સલમાન ખાને ઓસ્ટ્રિયાના કેટલાક ફોટોઝ અપલોડ કર્યા છે. જેમાં પહેલાની સરખામણીમાં તે પાતળો જોવા મળે છે. એવું કહેવાય રહ્યું છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’માં સલમાનનો લુક આવો જ હશે. બીજી તરફ અનેક રિપોર્ટ્સમાં કહેવાય રહ્યું છે કે આ ફિલ્મ માટે સલમાને આશરે 17 કિલો વજન ઓછું કર્યું છે. હાલ ફિલ્મના પહેલા શેડ્યૂલ માટે સલમાન અને કેટરિના ઓસ્ટ્રિયા પહોંચી ગયા છે.

મોરક્કોમાં પણ થઇ ચૂક્યું છે શૂટિંગ

‘ટાઇગર ઝિંદા હૈ’નું શૂટિંગ જાન્યુઆરીમાં મોરક્કોમાં પણ થઇ ચૂક્યું છે. તાજેતરમાં જ ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શૂટિંગ લોકેશનના અનેક ફોટોઝ શૅર કર્યા હતાં. નોંધનીય છે કે આ ફિલ્મથી સલમાન અને કેટરિનાની જોડી 5 વર્ષ પછી ફરી મોટા પડદે જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે આ ફિલ્મ 22 ડિસેમ્બર 2017ના રોજ રીલિઝ થશે.