Abtak Media Google News

સટ્ટોડીયાઓ માટે રાજકીય ભલામણથી પોલીસ બની લાચાર: પોલીસના એક અધિકારીને રાજકીય નેતાના ભાઇએ બદલીની દીધી ધમકી: એમસીએકસના હવાલા સુલટાવવાનું મહત્વની બ્રાન્ચને ભારે પડે તેવી ચર્ચાથી ચકચાર

શહેરમાં પોલીસ માટે જમીનના હવાલા લેવા અને સુલટાવવા માટે અવાર નવાર વિવાદમાં સપડાતી રહી છે. પણ છેલ્લા કેટલાક સમયથી જમીનના હવાલા સુલટાવવામાં કમુરતા ચાલતા હોવાથી પોલીસની આવકમાં મોટો ફટકો પડતા મહત્વની બ્રાન્ચ દ્વારા એમસીએકસ અને ક્રિકેટના સટ્ટોડીયા પાસેથી રોકડી કરવાનું શરૂ કર્યુ છે. શહેરના સામાકાંઠા વિસ્તારના એક એમસીએકસના સટ્ટોડીયાને મહત્વની બ્રાન્ચની ટીમે દબોચી લીધા બાદ રાજકીય દબાણ આવતા નાછુટકે જવા દીધો હતો. એટલું જ નહી રાજકીય નેતાના ભાઇએ બદલી કરાવી નાખવાની દીધેલી ધમકીથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. સામાકાંઠો વિસ્તાર એમસીએકસ અને ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. ત્યારે પોલીસની એક ટીમ આ વિસ્તારના મોટા ગજાના સટ્ટોડીયાની અટકાયત કરી સવારથી જ બેસાડી દીધો હતો. અને મોટી રકમ ખંખેરવા માટે પોલીસે કાયદાકીય દબાણ બતાવ્યું હતું અને સટ્ટોડીયાના મોબાઇલ લઇ લીધા હતા. મહત્વની બ્રાન્ચે રોકડી થાય તેવો મોટો શિકાર પકડયાની આશામાં હતી ત્યાં સામાકાંઠા વિસ્તારના એક રાજકીય નેતાના ભાઇ મહત્વની બ્રાન્ચે આવ્યા હતા અને આ વ્યક્તિને કોણ લાવ્યું તેમ કહી જવા દેવા માટે રીતસર દબાણ કર્યુ હતુ એટલું જ નહી પોતાની સાથે સટ્ટોડીયાને લઇ જઇ પોલીસ અધિકારીઓને જોઇ લેવાની ધમકીની સાથે સાથે બદલીની પણ ધમકી દેતા પોલીસબેડામાં સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.

Jalaram Chiki

રાજયમાં ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓની બદલીનો ઘાણવો આવે તેમ છે. ત્યારે હાલના મહત્વની બ્રાન્ચના અમુક અધિકારીઓને પોતાની પસંદગીની જગ્યાના બદલે સાઇડ લાઇન થવું પડશે તેવી દહેશત સાથે મહત્વની બ્રાન્ચના અધિકારએ પણ કડવો ઘુટડો ગળે ઉતારી સમગ્ર મામલો થાળે પાડવામાં લાગી ગયા છે. કંઇ ઘટના બની નથી તેવો દેખાવ કહી રહ્યા છે. ત્યારે ભલામણ કરનાર રાજકીય નેતાના ભાઇએ સટ્ટોડીયાને છોડાવી ત્યાંઓથી સિધા સ્થાનીક પોલીસ મથકે જઇ સટ્ટોડીયાની ઓળખાણ કરાવી કંઇ ન કરવા માટે ભલામણ કરવામાં આવ્યાની ચર્ચા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.