Abtak Media Google News

ગામમાં યુવાનો જાગૃત થાઇ, તો જ ગામનો વિકાસ પૂર્ણત: શકય બનશે: નાકરાવાડીમાં ગ્રીનઝોન હટાવાઇ તો બાકી રહેલો વિકાસ થઇ શકે છે

ગામનો વિકાસ ત્યારે જ શકય બને જયારે યુવાનો આગળ આવી ગામનાં વિકાસ માટે જાગૃત થાય, આ મુદ્દાને ઘ્યાને લઇ નાકરાવાડી ખાતે છેલ્લા રપ વર્ષથી સમરસ ચુંટણી યોજાઇ છે, અને દરેક લોકોને સરપંચ બનવા માટેની તક આપવામાં આવે છે. ત્યારે જે નજીકનાં સમયમાં ચુંટણીનું આયોજન થયું તેમાં ફરી નાકરાવાડી સમરસ થયું હતું અને ગામનાં સરપંચ તરીકેની જવાબદારી દિપકભાઇને સોંપવામાં આવી હતી. આ તકે નાકરાવાડી ગામમાં અનેક લોકો ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા અને ગામ વિષે માહીતી પણ આપી હતી.

નાકરાવાડી ગામનાં સરપંચ  દિપકભાઇએ માહીતી આપણા કહ્યું હતું કે, જેમાં ગટર, ભૂર્ગભ અને પાણી પ્રશ્ર્ન પ્રમુખ યાદીમાં છે, જેને વહેલાસર પૂર્ણ કરી દેવામાં આવશે. સાથો સાથ સરપંચે માહીતી આપતા કહ્યું હતું કે, હવે રાજકોટ શહેર નાકરાણી પાસે પહોંચી ગયું છે. જેથી બાકી રહેતો વિકાસ ઝડપભેર પૂર્ણ થાઇ તે પણ એટલું જ જરુરી છે. વધુમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે, નવી પેનલ આવવાથી, ગામની આવકમાં પણ વધારો થશે અને વિકાસ કામો થઇ શકશે.

આ તકે ઉપસ્થિત રહેલા ગામનાં મુખ્ય આગેવાન શાંતિલાલભાઇએ જણાવ્યું હતું કે, હાલ ગામમાં 80 ટકા જેટલો વિકાસ થઇ ચૂકયો છે. અને સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી રહી છે તે વ્યાપક પ્રમાણમાં મળે તો ગામના વિકાસને જોગ મળશે. બીજી તરફ ગામ હવે યુવાનોને તક આપવા  માટે વિચારી રહ્યું છે, જેથી ગામનો વિકાસ શકય બની શકે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, નાકરાવાડીમાં ગ્રીનઝોન હોવાથી જે ડેવલોપમેન્ટ થવું જોઇએ તે થઇ શકયું નથી.

એટલું જ નહિ, આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં હજુ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે  સમગ્ર ગામ વર્ષ 2014માં રૂડા ઓફીસે પહોચ્યા હતો તેમ છતાં કોઇ યોગ્ય ઉકેલ આવ્યો નહતો. બીજી તરફ પ્રદુષણ પણ ફેલાતુ હોવાથી વિકાસ અટકી પડયો છે. મહાનગરપાલિકાને પણ અનેક રજુઆતો કરવા છતાં હજુ પણ 580 થી 600 ટન કચરો ભેગો થાય છે.

ગામનાં આગેવાનો વધુમાં માહીતી આપી હતી કે, હાલ નાકરાવાડીને નાણાપંચ અને એટીવીટીની જ ગ્રાન્ટ મળે છે, જે વિકાસ કામો માટે મર્યાદા આવી જતી હોઇ છે. આ તકે જો સરકાર નાકરાવાડીને વધુ ગ્રાન્ટ આવે તો વિકાસ થઇ શકશે. બીજી તરફ હાલ ગામડામાં રામજી મંદિર બનવા જઇ રહ્યું છે. જેમાં રામભગવાન અને લાલજી મહારાજને બિરાજીત કરાશે જે અંગે તા. 17 જાન્યુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે. મંદિરમાં ઇલેકટ્રીક જાલર પણ મૂકવામાં આવી છે. અને ગામના લોકોનો સાથ અને સહકાર પણ સૌથી વધુ મળી રહ્યો છે.

આ કાર્યક્રમની વિગત આપવા આવેલા નાકરવાડી ગામનાં સરપંચ દિપકભાઇ ગામના આગેવાન શાંતિલાલભાઇ, ચઁદુ મહારાજ, રમેશભાઇ, મોહનભાઇ, સવજીભાઇ, મન્સુખભાઇ, રણજીભાઇ સહીતના લોકો ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.