Abtak Media Google News

Table of Contents

રાજકોટની ભાગોળે આકાર પામશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ: સંચાલકો શ્રવણ બની વડિલોની કરશે સેવા

30 એકરના વિશાળ,પરિસરમાં 200 કરોડના ખર્ચે 700 અધતન રૂમમાં 2100 વડીલોને મળશે સંતોષનો આશરો

કાલે પૂ. મોરારીબાપુના હસ્તે ભૂમિપૂજન કરાશે: સમગ્ર ભારતમાંથી 10,000 શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત

નિરાધાર, નિ:સહાય, પથારીવશ, અપરણિત, નિસંતાન, કે બિમાર વડીલો આપના ધ્યાનમાં આવે તો અમારા સુધી પહોંચાડશો: વિજય ડોબરીયા

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ . કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે . માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત – જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે . તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે . સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય , એકલવાયી – નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં ) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે . આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઇ રહયો છે . યથાશકિત સેવા કરાઈ રહી છે . પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિ:સહાય , પથારીવશ વ્યક્તિઓ ( કોઇપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ : ( રાજકોટ ઉપરના ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે.

રવિવારે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતા – મહંતો હાજર રહેશે.સદભાવના વૃદ્ધાશ્રમનું નાનકડું સેવા વિચારબીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે . સંવેદનાના સિયનદિ હવે એ વટવૃક્ષમાંથી ભયૂંભાદયું વૃંદાવન બનાવવાનું આ અભિયાન છે. સેવા યજ્ઞની વિશાળ વૈદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે ‘ સદભાવના વૃદ્ધાશ્રમ ’ ના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર , તારીખ : 28-05-2023 અને રવિવારના દિવસે, સવારે 08:30 વાગ્યાના શુભ સમયે , સદભાવના વૃદ્ધાશ્રમ (રાજકોટ જામનગર હાઇ – વે, રામપર , રાજકોટ ) ના અલૌકિક સંકૂલનું ભૂમિપૂજન નિર્ધારવામાં આવ્યું છે . આ કલ્યાણકારી પ્રસંગે સૌને ઉપસ્થિત રહીને સેવાયજ્ઞના સાક્ષી અને સહયોગી બનવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. સાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમપણ યોજાશે. ભૂમિપૂજન અવસર પછી ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજન પ્રસાદ ની વયસ્થા પણ કરાઇ છે. રાજકોટ જામનગર હાઇ – વે , રામપર , રાજકોટ ખાતે આ સમારોહ યોજાશે. સદભાવના વૃદ્ધાશ્રમમાં અત્યારે 500 વડીલો છે . તેમજ દર મહિને 100 જેટલા વડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારણી સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ વૃદ્ધાશ્રમ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે અને તેન અમલવારી કરી છે . વડીલોને તમામ સુવિધાઓ વૃદ્ધાશ્રમમાં મળી રહેશે.

રાજકોટ શહેરમાં જુદા – જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઈ – વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . રાજકોટથી મોરબી 60 કિમીના રસ્તાની બંને સાઇડ ઉપર આ વર્ષે વૃક્ષારોપણનું કામ શરૂ થયું છે . તે જ રીતે હવે રાજકોટથી ભાવનગર સુધી 170 કિ.મી.ના હાઇવે ઉપર વૃક્ષારોપણ થઈ ગયું છે . એક સમયે આ હાઈ વે વૃક્ષોથી રળીયામણાં હતા, પરંતુ કોરટ્રેક અને સિક્સટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે . તેથી કરીને આ હાઈ – વે હરીયાળા કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ઘરવામાં આવ્યું હોવાનું જણાવી આ અભિયાનનાં સુત્રધાર વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમે 71 હજાર પરીવારોનાં ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે . જેમાં 2 લાખ જેટલા વૃક્ષો વવાઇ ચુક્યા છે અને તેનું જતન પણ થઇ ચુક્યું છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાર્યું છે. સુરતમાં પણ 60 હજાર વૃક્ષો વવાય ચુક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીંજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે . કોઈ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપે છે.પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ 2 લાખ 87 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એક સમયે અહીં ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરીયાળા વૃક્ષો કતારબંધ જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગો જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે તેમ સૌરાષ્ટ્રને જોડતા હાઇવે પણ હરીયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે.

આ તકે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદાએ જણાવ્યું હતું કે, ઍક્સિડન્ટમાં પોતાના બંને પગ અને હાથ ગુમાવી દીધા હતા તેઓ સંપૂર્ણ પથારીવશ હતા . પોતાનું એક પણ કામ તેઓ જાતે ન કરી શકતા . તેમને બીજા આધારાતી પોતાનું જીવન વિતાવું પડતું હતું . ત્યારે તેમને સંસ્થાની વાત કરતા જણાવ્યું કે તેમને ત્યાં ખૂબ સારી સેવા કરવામાં આવે છે તેમનું તમામ ધ્યાન રાખવામાં આવે છે તેમને કોઈ તકલિફન પડે તેમને જણાવ્યું કે તેમનો પરિવાર ધ્યાન ન રાખે તેટલી સાર સંભાળ સદભાવનાવૃદ્ધાઆશ્રમ દ્વારા રાખવામાં આવે છે અને તેમને કહ્યું કે તેઓ ખુશ નસીબ છે કે તેમને આટલો સારો અને આટલો મોટો પરિવાર મળ્યો

બળદ આશ્રમ: સંસ્થાએ એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યો છે. એ પ્રવૃત્તિ એટલે ‘ બળદ આશ્રમ ’ એટલે કે બળદો માટેનો આશ્રમ . ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે. ત્યારે અમારી સંસ્થાએ ખાસ નોધારા, અશક્ત અને બીમાર બળદો માટે ‘બળદ આશ્રમ’ બનાવવાની પહેલ કરી. સંસ્થાના આ નવા પરિમાણથી , આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે . અમારા આ નવતર પ્રયાસ થકી અત્યારે 700 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. જ્યારે અમારું લક્ષ્ય 10000 બળદોનું છે.

20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક

 માત્ર વૃક્ષારોપણ જ નહીં , વૃક્ષોનું જતન અને ઉછેર એ અમારી નેમ છે . આજ સુધીમાં સંસ્થાએ 20 લાખ વૃક્ષો વાવ્યાં છે, જ્યારે અમારું લક્ષ્ય 20 કરોડ વૃક્ષોનું છે . ગૂગલ મેપ પરથી જ્યારે કોઈ ગુજરાત સર્ચ કરે , ત્યારે ગ્રીન ગુજરાત દેખાવું જોઈએ એ અમારી મહેચ્છા છે . ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે , પ્રશ્વત્થ: સર્વવૃક્ષાળાં અર્થાત વૃક્ષોમાં હું પીપળો છું .એ દૃષ્ટિએ , વૃક્ષ એટલે લાખો જીવજંતુઓનું આશ્રયસ્થાન, અન્નક્ષેત્ર અને કુદરત સર્જિત ચબુતરો.જે માનવો સહિત તમામ જીવો માટે બસોથી પાંચસો વર્ષ સુધી જીવનનો સ્ત્રોત બનીને રહે છે .

જૈન વડીલો માટે અલગ વ્યવસ્થા

જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી રહે તેને કોઇ મુશ્કેલના પડે તે માટે કુલ 7 ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે . જ્યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમા દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધામાં વધારો થાય . સંચાલકોનાં જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વયસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો છે . વયસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે.

સદ્ભાવનાધામ સુવિધાઓથી ભરપુર

દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે.

પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં                રહેશે.

નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઇ શકે તેવી સુવિધા હશે.

કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 100 રૂમ છે.

દરેક રૂમમાં હવા -ઉજાશ , ગ્રીનરિ જળવાઇ રહે તેનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરોઆપી તેની સાર-સંભાળ લઇ સારવાર કરાશે

સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ દેશના કોઇ પણ ખૂણે નિરાધાર વૃદ્ધ લાચાર, પંથારિવંશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનશે . જેમાં 700 રૂમ બનાવવામાં આવશે . આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે . એકસાથે 2100 વડીલોને આશરો આપવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકો જણાવે છે કે આખો પ્રોજેક્ટ કુલ રૂ.200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે . કુલ 7 ટાવર હશે . અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમા 500 વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે. આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી તેમજ તેઓ લાચાર છે. અહીં આશરો લેતા વડીલોનું સન્માન જળવાઇ રહે તે માટે એક નવો જ અભિયાન રાખ્યો છે. જેના પાટે કહીએ છીએ કે , અમારે માવતર જોઈએ છે.

હાલ 50 વડીલોની સારવાર કરૂ છું: ડો.નેહલ (ફિઝીયોથેરાપીસ્ટ)

અબતક સાથેની વાતચીતમાં ફીઝક્ષયોથેરાપીસ્ટ ડો. નેહલએ જણાવેલ કે  હું એક વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમમાં ફરજ બજાવુયં છું મેં અહિંના તમામ વડીલો જેને ફેકચર, પેરાપ્લેજીયા, જે ચાલી નથી શકતા હોય જે સાવ પથારી  વશ હોય તમામની સારવારકરી છે. એક વડીલ બે વર્ષથી પથારી વશ હતા જે ચાલી શકતા ન હતા. તેઅત્યારે ચાલી શકે. ફેકચર વાળા વડીલો પણ બે ત્રણ મહિનામાં  ચાલી શકે છે.  તેઓ તેમની રીતે ચાલી શકે પોતાનું કામ કરી શકે તે રીતે તે મુજબ ફીઝીયોથેરાપી દ્વારા પૂરેપૂરી રીકવરી આપવાનો પ્રયત્ન કરીએ હું હાલ 50 વડીલોની સારવાર કરૂ છું.

અમારા માટે સદભાવના વૃધ્ધાશ્રમ નહી ‘અમારૂ પોતાનું ઘર છે’: હરેશ વિઠ્ઠલાણી

અબતક સાથેની વાતચીતમાં   વૃધ્ધાશ્રમમાં રહેતા મુંબઈથી આવેલા દંપતિ હરેશ વિઠ્ઠલાણીએ  જણાવ્યું હતુ. મેં ઘણા વર્ષ સુધી એક   સંસ્થામાં કામ કરેલ મેં સદભાવના વૃધાશ્રમ વિશે સોશ્યલ મીડીયામાં જોયેલું અને અમે અહી  આવ્યા.  સદભાવનામાં રહેવું ખાવુ, પીવું બધુ  જ  મેડીકલ સગવડો પરી પાડવામાં આવે છે. મેં હાઈબ્લડ  પ્રેશર અને  મારા પત્નીને  ડાયાબીટીસ છે. અમારી દવાઓ દર મહને આવી જાય છે.  ઘર જેવું જ  વાતાવરણ  જમવાનું મળે છે.મારી પત્ની બે વર્ષથી પથારી વશ હતા તેમને ફીઝીયોથેરાપીસ્ટ  ડો. હેતલ  દ્વારા છ મહિનામાં  તેને ચાલતી કરેલ અમારા માટે તો ડોકટર એ દેવદૂત  સમાન છે. અમારા માટે વૃધ્ધાશ્રમ અમારૂ પોતાનું ઘર જ છે.  એમ કહી શકું  ખુબજ પ્રેમ મળે છે.

વૃદ્ધાશ્રમની સેવાથી મને મારા પરિવારની પણ યાદ નથી આવતી: જયાબેન

જ્યા બેન કે જેઓ છેલ્લા અઢી મહિના થઈ સંસ્થા સાથે જોડાયેલા છે . જ્યા બેન ના મતે આ સંસ્થા ઘર કરતા પણ વિશેષ તેમની સાચવણી કરે છે . તેમની તમામ સેવા ચાકરી દવા થતા તમામ જરૂરિયાતએક પરિવાર ની જેમ પુરી કરે છે તમને શરૂવાતમાં તેમના પરિવાર ની યાદ આવતી પરંતુ આ સંસ્થા ના પ્રેમ અને હૂંફ થીતેમને સદભાવનાજ પોતાનું પરિવાર લાગે છે . તેમનું આ દુનિયા માં કોઈ નથી તેમના પરિવાર માં તેમના દીકરાના દીકરા કે જેઓએ તેમની સેવા ની સંપુર્ણના પાડીદીધી તેઓ જ્યા બાને સારું જમવાનું પણ નોહતા આપી શકતા જ્યાબા પોતાનું જીવન રડી રડી ને પસાર કરતા હતા . તેમને તમામ ને એક માં ની જેમ પ્રેમ આપ્યો પણ તેમનો પરિવાર તેમને તેમને માં નું સ્થાનન આપી શક્યો કેહવાઈ છે કે દુનિયા માં માં બાપ નું ઋણ આપડે ન ચૂકવી શકીએ પણ કદાચ અત્યારે એક યુવાન પોતાને એ ઋણ થી પણ વિષેશ માની માતા પિતા ને તરછોડી દેતા હોય છે એ કેટલી હદે યોગ્ય કેહવાઈ ???

કાલે સદ્દભાવના વૃદ્ધાશ્રમનું નવનિર્મિત ભવનનું ભૂમિપૂજન થશે:વિજય ડોબરિયા

માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્દભાવના  વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરિયાએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 8 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના તમામ જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમોનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. હવે સંસ્થા દ્વારા 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરી લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમ બનાવાશે, જેમાં 2100 વડીલને આશરો આપવામાં આવશે. રવિવારે મોરારિબાપુના હસ્તે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવશે. હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડિલો છે, જેમાંથી 180 વડીલ પથારીવશ છે. હાલ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે છે. આ નવા ભવનનો રવિવારે સંતો-મહંતો અને રાજકોટ સહિત દેશભરમાંથી 10 હજાર શ્રેષ્ઠીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સમારોહ યોજાશે.

સદભાવના વૃધ્ધાશ્રમમાં ઘરના ઘર જેવો પ્રેમ અને હુંફ મેળવી રહ્યા છે વડીલો: અપેક્ષા

અબતક સાથેની  વાતચીતમાંમાં સદભાવના વૃધ્ધાશ્રમનું મેનેજમેન્ટ સંભાળતા  અપેક્ષાબેનએ જણાવ્યું હતુ કે આઠ વર્ષથી સંસ્થા  સાથે સંકળાયેલ છું અત્યાંરે  500 વડીલોની સેવા કરીએ છીએ જેમાં 135 પીપળીયા ભવનમાં વડીલો રહે છે. જે તમામ પથારીવશ છે. જેમની સેવા ચાકરી કરવા માણસો રાખેલ  તેઓને જમાડે, નવડાવે, ટોઈલેટ બાથરૂમ  સાફ કરી આપે મે તમામ વડીલો સાથે એક આત્મીયતા   બંધાઈ ગઈ છે. મજા આવે છે. તહેવાર પણ વૃધ્ધાશ્રમમાં જ ઉજવીએ તેઓને મયસર જમવાનું દવા,  હોસ્પિટલ લઈ જવા, બધું જ  કરીએ તેમને તકલીફ ન પડે તેનું  ખાસ ધ્યાન  રાખીએ છીએ. અમે નિ:ંસંતાન, દીકરી હોય, એકલા રહેતા હોય તેવા જ વડીલોને રાખીએ છીએ. વડીલોને પ્રેમ હુંફની  જ જરૂરીયાત છે તેમને  અમે પ્રેમ હુંફ લાગણીઘર જેવું જ વાતાવરણ  આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.