Abtak Media Google News

રામનગરમાં મોમાઇ ડેરીમાંથી ભેંસના દૂધનું સેમ્પલ લેવાયું: મવડી વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના મવડી વિસ્તારના નંદનવન મેઇન રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 14 ખાદ્ય સામગ્રીનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શહેરના નવા થોરાળા વિસ્તારમાં રામનગર માર્ગ નં.4 પર આવેલી મોમાઇ ડેરી ફાર્મમાંથી લૂઝ ભેંસના દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. ખાંડમાં પણ સલ્ફર સહિત ચીજવસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા જણાતા પંચાયતનગર ચોક પાસે મિલાપનગર વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં શુભ ફૂડ મોલમાંથી લૂઝ ખાંડનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.