મોબાઈલને પણ જાખા પાડી દે તેવા લેપટોપ સેમસંગે કર્યા લોન્ચ, જાણો Galaxy Book સિરીઝના ફિચર્સ

0
215

કોરોના સંક્રમણથી લોકો હવે વર્ક ફ્રોમ હોમ કરે છે. તેનાથી લેપટોપની માંગમાં વધારો થયો છે. Samsungએ તેના નવા Galaxy Book Pro મોડેલને ઘણા બધા નવા ફીચર સાથે લોન્ચ કર્યું છે. જે મોબાઇલને જાખા પાડી દે તેવું લેપટોપ છે. જે લોકો લેપટોપ લેવા અંગે વિચારી રહ્યા છે તેના માટે આ ઉત્તમ સમય છે.

Samsung Galaxy Book Pro સિરીઝના લેપટોપ 27 એપ્રિલને મંગળવારએ ગેલેક્સી અનપેક્ડ 2021 વર્ચુઅલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં સેમસંગ ગેલેક્સી બુક પ્રોને 13.3 ઇંચ અને ગેલેક્સી બુક પ્રો 360ને 15 ઇંચ સાથે લોન્ચ કરવામાં આવ્યા. બુક પ્રો સિરીઝ માટે કંપનીએ Microsoft સાથે ભાગીદારી કરી છે. આ નવા મોડલમાં Intel Iris X (i7 and i5) ગ્રાફિક્સ સાથે 11th Gen Intel Core પ્રોસેસરની સુવિધા આપવામાં આવી છે. ગેલેક્સી બુક પ્રો 360માં 5G નેટવર્કની સુવિધા અને AMOLED(Active Matrix Organic Light Emitting Diode) ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગે આમાં પ્રીલોડેડ ફીચર આપ્યું છે જેનાથી ટેબ પર તમે લેપટોપની સ્ક્રિન ઓપન કરી શકશો. મોબાઈલ અને લેપટોપની કનેકટીવીટી માટે લિંક ટૂ વિન્ડોઝ અને માઇક્રોસોફ્ટ યોર ફોન બંનેને એક સાથે જોડવામાં આવ્યા છે.

આ નવા લેપટોપ મોડલની કિંમત અને કલર વિશે વાત કરીયે તો, સેમસંગ ગેલેક્સી બુક પ્રોની કિંમત $9,999 (અંદાજિત 74,200 રૂપિયા) અને ગેલેક્સી બુક પ્રો 360 ની કિંમત $1,199 (અંદાજિત 89,000 રૂપિયા)થી શરૂ થશે. ગેલેક્સી બુક પ્રો 360ના કલરમાં મિસ્ટિક નેવી, મિસ્ટિક સિલ્વર અને મિસ્ટિક બ્રોન્ઝ કલરનો ઓપ્શન સાથે લોન્ચ થયા. જયારે ગેલેક્સી બુક પ્રો મિસ્ટિક બ્લુ, મિસ્ટિક સિલ્વર અને મિસ્ટિક પિંક ગોલ્ડ કલર સાથે લોન્ચ થયા. આ નવા લેપટોપનું વેચાણ 14 મેથી શરૂ થશે.

બંને ગેલેક્સી બુક પ્રો મોડલની બીજી અન્ય વિશેષતાઓ જેમ કે, લેપટોપનું ડિસ્પ્લે રીઝોલ્યુશન Full HD (1,920*1,080 પિક્સલ) સાથે લોન્ચ થયું. Intel Iris X ગ્રાફિક્સ 32 GB અને LPDDR 4X RAMની સુવિધા ઉપલબ્ધ છે. લેપટોપમાં NVMe SSDની 1TB સુધીની મેમરી સુવિધા આપવામાં આવી છે. કનેક્ટિવિટીના વિકલ્પોમાં Wi-Fi 6, Bluetooth v5.1, થન્ડરબોલ્ટ 4, USB Type C, USB 3.2 અને 3.5 મિમિ હેડ ફોન્સ આપવામાં આવ્યા છે. ઓડિયો ટેક્નિકની વાત કરીયે તો Dolby Atmos સાથે AKGની ઓડિયો સુવિધા છે. બંને લેપટોપમાં 65Wનું USB ચાર્જર સાથે 65Whrની બેટરી સુવિધા ઉપલ્ભધ છે.

સેમસંગ ગેલેક્સી બુકના 13 ઇંચ પ્રોની સાઈઝ 304.4×199.8×11.2 મિમિ છે. તેનો વજન 0.88 કિલોગ્રામ જેટલો છે. સેમસંગ ગેલેક્સી બુકના 15 ઇંચ પ્રોની સાઈઝ 355.4×225.8×11.7 મિમિ છે. તેનું વજન 1.05 કિલોગ્રામ છે. સેમસંગ ગેલેક્સી બુક પ્રો 360માં 13 ઇંચની સાઈઝ 302.5 x 202.0 x11.5 મિમિ અને વજન 1.04 કિલોગ્રામ છે. જયારે બુક પ્રો 360 15માં 354.85×227.97×11.9 મિમિ અને વજન 1.3 કિલોગ્રામ છે.

સ્માર્ટફોન અને ટેબલેટ અને લેપટોપ એ સૌથી વધુ લોકપ્રિય મોબાઇલ ડિવાઈસ છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નાના અને હળવા બનવા લાગ્યા છે. લેપટોપનો શોધ વ્યક્તિને તેમના કમ્પ્યુટરને ગમે ત્યાં લઈ જવાની ક્ષમતા આપવા માટે કરવામાં આવી હતી. ટેક્નોલોજી એક ગતિએ આગળ વધી રહી છે, એટલી બધી કે ઇન્ટરનેટ કનેક્ટિવિટીવાળા મોબાઇલ ડિવાઇસીસ સરહદો પાર કરી રહ્યાં છે અને હવે લેપટોપ પણ આ જ ગતીથી કામ કરી રહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here