Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી સમયે જ આંચકા જનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર RK પટેલે પાંચમા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે.  RK પટેલે સાણંદની પ્રેરણાતીર્થ સોસાયટીનાં પાંચમા માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

RK પટેલે આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ  આત્મહત્યા કરી હતી. આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. હાલ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર પણ હતા. તેઓ મૂળ ઈડરના વતની અને સાણંદ પહેલા અંબાજીના વહીવટદાર હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.