જામકંડોરણા માકેટીંગ યાર્ડના ચેરમેનપદે સંજય બોદર અને વાઇસ ચેરમેન તરીકે ચંદુભાઇ ચૌહાણ બીનહરીફ

જયેશ રાદડીયાનો દબદબો યથાવત

1996 આજ દિવસ સુધી જામકંડોરણા માકેટીંગ યાર્ડના ચુંટણી નથી યોજાઇ: ખેડુતોના હિતમાં કામગીરી થાય છે: જયેશભાઇ રાદડીયા

જામકંડોરણાનો ખેતીવાડી ઉત્પાન બજાર સમીતીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી કરવા માટે બેઠક ચુંટણી અધિકારી બજાર સમીતી જામકંડોરણા અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટના વી.આર. કપુરીયાના અઘ્યક્ષ ખેડુત નેતા અને યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની ઉ5સ્થિતિમાં યોજાઇ હતી.

જેમાં ચેરમેન તરીકે યુવા અગ્રણી સંજયભાઇ વિઠ્ઠલભાઇ બોદર અને વાઇસ ચેરમેન ચંદુભા ચૌહાણની બીન હરીફ ચુંટાયા સંજયભાઇ બોદર અને ચંદુભા ચૌહાણની બીન હરીફ વરણી થતા યાર્ડના નવ તમામ  ડિરેકટરો જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, રણુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, ચીમનભાઇ પાનસુરીયા, સુરેશભાઇ રાણપરીયા, સિઘ્ધરાજસિંહ જાડેજા, ગૌતમભાઇ વ્યાસ, કાળુભા વાઘેલા, દિવ્યેશ ગજેરા, પ્રવીણભાઇ દોગા, વજુભાઇ બાલધા, આમીષ કોયાણી, કલ્પેશભાઇ રાણપરીયા, સહીતનાઓએ શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ તકે નવનિયુકત ચેરમેન સંજયભાઇ બોદરે જણાવેલ કે ખેડુતોના તમામ કાર્યમાં અમારો સપોર્ટ રહેશે.આ તકે હિરેન બાલધાએ પણ શુભેચ્છાઓ આપેલ હતી.