Abtak Media Google News

બીજા કોઈ દેશમાં જવા માટે તમારે બે વસ્તુની જરૂર પડે છે. પ્રથમ પાસપોર્ટ અને બીજા વિઝા. વિઝા એક પ્રકારની પરવાનગી છે, જે તમને બીજા દેશમાં જવાની મંજૂરી આપે છે. તમે વિદેશમાં કેટલા દિવસ સુધી રહી શકો તે તમારા વિઝા પર નિર્ભર રાખે છે. વિઝાના ઘણા પ્રકાર હોય છે, જેમ કે સ્ટુડન્ટ વિઝા, ટૂરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા જેવા વગેરે. આ બધા વિઝાના લિસ્ટમાં ‘ગોલ્ડન વિઝા’ તરીખે એક નવું નામ ઉમેરાયું.

એક વર્ષ પહેલા મે મહિનામાં UAEએ ‘ગોલ્ડન વિઝા’ બહાર પાડ્યા હતા. ગોલ્ડન વિઝાની જાહેરાત 21 મેના રોજ UAEના ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેઠ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ દ્વારા કરવામાં આવી હતી. આ વિઝાનો સમયગાળો 10 વર્ષનો હોય છે. UAE સરકારનો ‘ગોલ્ડન વિઝા’ બહાર પાડવાનો મુખ્ય હેતુ એ છે કે, ‘આ વિઝાથી રોકાણકારો, મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓના માલિકો, સંશોધકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ UAEમાં તેની આવડત બતાવે અને તેના વિકાસમાં એક મહત્વની ભાગીદારી અર્પણ કરે.

Hh Sheikh
સામાન્ય વિઝા ધારકોની તુલનામાં ગોલ્ડન વિઝા ધરાવતા લોકોને ઘણી વધારાની સુવિધાઓ મળે છે. ઉદાહરણ તરીકે, સૌથી અગત્યની વિશેષતા એ છે કે, ‘ત્યાંની કોઈ સ્થાયી વ્યક્તિ અથવા કંપનીની સહાય વિના તેમના પરિવાર સાથે UAEમાં રહી શકે. આ વિઝાનો બીજો ફાયદો એ પણ થશે કે, ‘તે પોતાની કંપનીના સિનિયર કર્મચારીને રેસિડેન્સી વિઝા મેળવામાં મહત્વની મદદ કરી શકે.’

ગોલ્ડન વિઝા કોને મળી શકે ?

UAEના ‘ગોલ્ડન વિઝા’ Phd ધારકોને મળી શકે છે, જેમણે વિશ્વની ટોચની 500 યુનિવર્સિટીઓમાંથી કોઈ એક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ. આ સાથે ડોકટરો વિઝા મળી શકે છે. ડોક્ટરોને વિઝા મળવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, હાલમાં ચાલતા કોરોના વાયરસના રોગચાળાથી સ્થાનીય તબીબીઓની તંગી સર્જાય છે, તેથી તેને પૂરી કરવા ગોલ્ડન વિઝા આપવામાં આવે.

કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, પ્રોગ્રામિંગ ઇલેક્ટ્રોનિક્સ, એક્ટિવ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ્સ ડીપાર્ટમેન્ટ જેવા ક્ષેત્રે વિશેષતા ધરાવતા એન્જિનિયર્સ પણ આ વિઝા માટે યોગ્ય ગણવામાં આવે છે. આ વિઝા માધ્યમિક-શાળા અથવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપી શકાય છે, પણ તેના માટે વિધાર્થીનો રેકોર્ડ 95% અથવા તેનાથી વધુ હોવો જોયે. આ વિદ્યાર્થીઓના પરિવારને પણ લાંબા ગાળાના વિઝા મળી શકે છે.

હાલ ગોલ્ડન વિઝા કેમ ચર્ચામાં ?

ગોલ્ડન વિઝા ભારતમાં ચર્ચા બનવાનું મુખ્ય કારણ એ છે કે, UAE સરકાર દ્વારા આ વિઝા સંજય દત્તને આપવામાં આવ્યા છે. સંજયએ આ વિશેષ માહિતી ટ્વિટર દ્વારા શેર કરતા ખુશી વ્યક્ત કરી છે.


તેમણે કહ્યું કે, ‘મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં ‘યુએઈ ગોલ્ડન વિઝા’ મેળવીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. હું આ સન્માન માટે યુએઈ સરકારનો આભારી છું. આવી સ્થિતિમાં સંજય દત્તે ફરીથી UAE જવા માટે વિઝા લેવાના રહેશે નહીં, કારણ કે ગોલ્ડન વિઝા મળ્યા બાદ સંજય દત્ત યુએઇમાં 10 વર્ષ રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.