Abtak Media Google News

આગામી દિવસોમાં રાજકોટ ચેપ્ટર અન્યની સરખામણીમાં વધુ આગળ વધે એ જ લક્ષ્ય, નવા ઓફિસ બેરરની નિયુક્તિ કરાય

રાજકોટ આઇસીએઆઈ ભવનના નવા પ્રેસિડેન્ટ તરીકે સી.એ સંજય લાખાણીની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે તેઓએ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ ચેપ્ટર બિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ સિદ્ધિમાં વધુ યશ કલગી ઉમેરાય તે માટે તેમનીની ટીમ કાર્ય કરશે. એટલું જ નહીં આગામી દિવસો ના રોડ મેપ અંગે પણ તેઓએ વિગતવાર ચર્ચા કરી હતી તો બીજી તરફ પાસ્ટ પ્રેસિડેન્ટ જીગ્નેશ રાઠોડ ભાવુક થયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં સી.એ ફ્રેટરનીટી માટે અચ્છે દિન: હિતેશ પોમાલ

વેસ્ટર્ન રિજીયનના વાઇસ પ્રેસિડેન્ટ હિતેશ પોમલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સારા દિવસો આવવાના છે. માટે ઉમેર્યું હતું કે દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક નૈતિક જવાબદારી હોય છે જે રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરતી હોય. ત્યારે સરકાર દ્વારા આવકવેરા વિભાગ અને જીએસટીમાં જે રીતે ક્રાંતિકારી બદલાવ લેવામાં આવ્યા છે તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સહર્ષ રીતે સ્વીકારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજકોટ ચેપ્ટર પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરશે કારણ કે દિન પ્રતિદિન રાજકોટ ચેપ્ટર પ્રગતિ અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

એક વર્ષના રાજકોટ ચેપ્ટર અનેક આયામો સર કરશે અનેરુ યોગદાન રહેશે: સી.એ સંજય લાખાણી

આઈસીએઆઈ ભવનના નવ નિયુક્ત પ્રેસિડેન્ટ સી.એ સંજય લાખાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટ ચેપ્ટર અનેકવિધ નવા આયામો સર કરશે અને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું યોગદાન પણ આપશે. તેમના પાસ્ટ પ્રેસિડેન્ટ ના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેને જોતા હવે એ મહેનત કરવાની નથી પરંતુ જે બાકી રહેતા કામો છે તેને ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. નહીં રાજકોટ ચેપ્ટરનો વિકાસ દિન પ્રતિદિન વધુ થાય તે દિશામાં પણ કાર્ય હાથ ધરાશે.

Screenshot 12 3

બાકી રહેતા કામો નવી કમિટીની સાથે રહી પરિપૂર્ણ કરાશે: સી.એ જીગ્નેશ રાઠોડે

આઈસીએઆઈ ભવનના પાસ્ટ પ્રેસિડેન્ટ સીએ જીગ્નેશ રાઠોડે જણાવ્યું હતું કે બાકી રહેતા કામો નવી કમિટીના સભ્યો સાથે રહીને પરિપૂર્ણ કરવામાં આવશે એટલું જ નહીં તેઓએ આશાવાદ અને રાજીપો પણ વ્યક્ત કર્યો હતો કે તેમના કાર્યકાળ દરમિયાન આર્થિક નુકસાની કરતી રાજકોટ ચેપ્ટર હવે સરપ્લસ થઈ ગઈ છે અને આ ચેપ્ટરને અનેકવિધ એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેઓએ તેમના પરિવાર અને તેમના વરિષ્ઠ લોકો નું સન્માન પણ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમના સાત સહકાર વગર આ એક વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ ન થાત.

રાજકોટ ચેપ્ટર માર્ચ મહિનામાં અતિ મહત્વપૂર્ણ ત્રણ કાર્યક્રમો આપશે

  • 14 માર્ચના રોજ જીએસટી માટે ઓપન હાઉસનો કાર્યક્રમ યોજાશે, જીએસટી કાઉન્સિલ મેમ્બર રહેશે ઉપસ્થિત
  • 18 અને 19 માર્ચના રોજ કેપિટલ માર્કેટ ઉપર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાશે, સેબીના અધિકારી રહેશે હાજર
  • 25 અને 26 માર્ચના રોજ બેંક બ્રાન્ચ માટેનો ઓડિટ સેમિનાર પણ યોજાશે.

રાજકોટ ચેપ્ટરના નવનિયુક્ત ટીમની યાદી

ચેરમેન : સી.એ સંજય લાખાણી
વાઇસ ચેરમેન : સી.એ મૌલિક ટોલિયા
સેક્રેટરી : સી.એ મિતુલ મહેતા
ટ્રેઝરર : સી.એ રાજ મારવાનીયા
વિકાસા : સી.એ મિતુલ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.