Abtak Media Google News

આખા દિવસ ચાલેલી તપાસમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને 11.5 કરોડ રોકડ રૂપિયા હાથ લાગ્યા !!!

પત્ર ચોલ જમીન કૌભાંડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી છે અને સમગ્ર દિવસ તપાસ ચાલ્યા બાદ 11.5 કરોડ રૂપિયા રોકડ પણ ઝપ્ત કર્યા છે. આપૂર્વે એજન્સી દ્વારા અનેક વખત સંજય રાઉતને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઇલેક્શન કામગીરી અંગેનું બહાનું કાઢી તેઓ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા ત્યારે રવિવારના રોજ વહેલી સવારે મુંબઇસ્થિત તેમના નિવાસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ઈડી સંજય રાઉતને કોર્ટ સમક્ષ હાજર કરે તો પણ નવાઈ નહીં. એ વાત પણ સામે આવી રહી છે કે મને ઇડી સામે સંજય રાઉતે અનેક વખત ધમપછાડા કર્યા હતા.

શિવસેના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે ઇડીએ રવિવારે રેડ પાડી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તપાસમાં સહયોગ ન કરવા બદલ ઇડીની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી છે. મળતી માહિતી અનુસાર પાત્રા ચોલ જમીન કૌભાંડ સાથે સંકળાયેલાઅ મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીને સહયોગ ન કરવાના લીધે ઇડી, સાંસદના ઘરે પહોંચી છે. પત્રા ચોલની વાત કરીએ તો વર્ષ 2007 માં ગુરૂ આશીષ કંસ્ટ્રક્શનને ચોલ વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતગર્ત 47 એકરની જમીન પર ચોલની જગ્યાએ ફ્લેટ બનાવી દિધા. કરાર અનુસાર ચોલના નિવાસીઓને 672 ફ્લેટ આપવાના હતા

. તેના માટે 3,0000 ફ્લેટ મ્હાડાને આપવાના હતા. કરાર અનુસાર બાકી જમીન પર કંસ્ટ્રક્શન કંપની ઘર બનાવીને વેચી શકે છે. જોકે આ મામલે આરોપ છે કે 47 એકર જમીન, 1037 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. આરોપ અનુસાર કંપનીએ ફ્લેટ બનાવ્યા નહી. આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેના સાથી સુજીત પાટકર પર કેસ દાખલ કર્યો. પ્રવીણ રાઉત, ગુરૂ આશીષ, કંસ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડાયરેક્ટર છે. માનવામાં આવે છે કે પ્રવીણ રાઉત, સંજય રાઉતના મિત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.