• રણજી ટુર્નામેન્ટ કક્ષાના મેચો નવા ગ્રાઉન્ડ ઉપર રમાડી શકાશે
  • સણોસરા ખાતે અધ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડ બનતા ડોમેસ્ટિક મેચનું પ્રમાણ વધશે : હિમાંશુ શાહ

રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં ક્રિકેટનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને નવોદિત ખેલાડીઓ પણ ક્રિકેટર બનવાની આશા સેવી રહ્યા છે. અને ગંભીરતા ને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હાલ નજીકના ગ્રાઉન્ડ હસ્તગત કરી રહ્યું છે અને તેને અધ્યાતન બનાવી રહ્યું છે. પડધરી પાસે આવેલા સણોસરા મુકામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બે ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કર્યું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી સંપૂર્ણપણે સુસજ છે. પ્રથમ એવું ગ્રાઉન્ડ હશે કે જ્યાં કોમન પવેલિયન હોવા છતાં બંને ગ્રાઉન્ડમાં ખેલાડીઓ રમી શકશે. સણોસરા ખાતે નવું ગ્રાઉન્ડ બનતા જ જે ડોમેસ્ટિક મેચો જે છે તેની સંખ્યામાં પણ અધધ વધારો નોંધાશે તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડનું નિર્માણ તો ઘણા સમયથી થઈ ચૂક્યું હતું પરંતુ જે બાકી કામ હતું તે પેવલિયન નિર્માણનું હતું ત્યારે હવે એ ગ્રાઉન્ડ ઉપર વિજય હજારે ટ્રોફીના મેચો થી લઈ રણજી ટ્રોફીના સ્તરના મેચો પણ હવે એ ગ્રાઉન્ડ ઉપર રમાશે. આ તો કે તેઓ જણાવ્યું હતું કે હાલ ડોમેસ્ટિક મેચોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાને લઈ એક વર્ષમાં 250 થી 275 મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હોસ્ટ કરશે. હાલ નજીકના ગ્રાઉન્ડને પણ હસ્તગત કરી તેને નવનિર્માણ કરવામાં આવશે સાથોસાથ સણોસરા ,ખંઢેરી અને રેલવેના ગ્રાઉન્ડ ઉપર ડિસ્ટ્રિક્ટ મેચોનું પણ આયોજન કરાશે.

Saurashtra Cricket Association will host 250 to 275 domestic matches in a year
Saurashtra Cricket Association will host 250 to 275 domestic matches in a year

ક્રિકેટમાં દરેક ફોર્મેટનું એક અલગ જ મહત્વ ઊભું થયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પડદા પણ કરવા માંગતા ખેલાડીઓ જો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે તો તેને તેમાં તક મળે છે ત્યારે આ ખેલાડીઓ વધુને વધુ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમે તે વાતની ગંભીરતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ લીધી છે અને તે મુજબના હવે ગ્રાઉન્ડનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગ્ર ભારતમાં અનેકવિધ ઐતિહાસિક ગ્રાઉંડો આવેલા છે પરંતુ સણોસરા ગ્રાઉન્ડનું પવેલીયન એક અદ્યતન આકાર સાથે નિર્માણ કરવામાં આવ્યું છે જે સમગ્ર ક્રિકેટ જગત માટે એક ચર્ચાનો વિષય પણ બન્યું છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવનારા સમયમાં ફ્લડ લાઈટ પણ ઉભી કરવામાં આવશે

ખંઢેરી બાદ સણોસરા નું ક્રિકેટ ગ્રાઉન્ડ અનેકવિધ રીતે ચર્ચામાં આવ્યું છે કારણ કે આ ગ્રાઉન્ડ ઉપર જે રીતે નું નિર્માણ કરાયું છે તે ખૂબ આકર્ષક છે. આ ગ્રાઉન્ડને વધુ અદ્યતન બનાવવા માટે આવનારા દિવસોમાં ફ્લડ લાઇટ પણ ઉભી કરવામાં આવશે અને તેને લઈને હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે ત્યારે આ નવા ગ્રાઉન્ડ ઉપર તેઓ સમયાંતરે પ્રેક્ટિસ અને મેચ રમે તે હેતુસર આ ગ્રાઉન્ડને વધુ વિકસિત કરવામાં આવશે સાતો સાત રાજકોટની ફેરી ફેરીમાં જે ગ્રાઉન્ડ બન્યા છે અથવા તો બની રહ્યા છે તેને પણ ખૂબ સારી રીતે વિકસિત કરાશે જેથી આવનારા સમયમાં વધુ ડોમેસ્ટિક મેચો ને હોસ્ટ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.