Abtak Media Google News

સંસ્‍કૃત ભાષા લોકભાષા બને તે માટે યુવક સેવા અને સાંસ્‍કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રૂપિયા ૧૦ લાખની સહાય અપાય છે

ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ સંસ્‍કૃત પ્રશિક્ષણ શિબિરમાં પરિવારના તમામ સભ્‍યોને તાલીમ અપાઇ

આજે અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભુત્‍વ સામે સંસ્‍કૃત ભાષાની ગરિમા જળવાઈ રહે તે હેતુથી સંસ્‍કૃત ભાષા લોકભાષા તરીકે બોલાય તે માટેના પ્રયત્‍નો માટે યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી દર વર્ષે રૂપિયા ૧૦ લાખની સહાય આપવામાં આવતી હોવાનું રાજયકક્ષાના યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું.

Img 8351        સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍કાર ધામ ખાતે યોજાયેલી સંસ્‍કૃત પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે મંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્‍યું હતું. આ તાલીમ શિબિરની વિશિષ્‍ટતાએ હતી કે, એક જ કુટુંબના તમામ સભ્‍યોને સંસ્‍કૃત ભાષા બોલવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં નાના બાળકથી માંડીને વાલીઓ સુધીના વ્‍યકિતઓએ સંસ્‍કૃત શિખવામાં રસ લીધો હતો.

આજના યુવાનો સંસ્‍કૃત ભાષા પ્રત્‍યે વધારે અભિરૂચિ કેળવે તેવો અનુરોધ કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સામાજિક કે આર્થિક વિકાસ ગમે તેટલો થાય પરંતુ ચારિત્ર્ય નિર્માણ વગર વિકાસ અધુરો ગણાય છે. સંસ્‍કૃત ભાષા એ આપણા દેશની સંસ્‍કૃતિ અને ગરિમા છે તેથી સંસ્‍કૃત ભાષા વધારે પ્રચલિત થાય તે માટે સૌએ પ્રયત્‍નો કરવા જોઈએ.

Img 8344        મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, યોગ અને આયુર્વેદ પછી સંસ્‍કૃત ભાષાએ આપણા દેશને ગૌરવ અપાયું છે ત્‍યારે તે પ્રચાર માટે વધુને વધુ લોકોએ રસ લેવો જોઈએ.

આ પ્રસંગે સંસ્‍કૃત ભારતી સંસ્‍થાના હોદ્દેદારો તથા સંસ્‍કૃત પ્રિય પ્રજાજનો ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.