Abtak Media Google News

નિયમબધ્ધ, શિસ્તબધ્ધ ઓડિટ, સુસંચાલન અને તપાસના આધારે પ્રમાણપત્રો રિન્યૂ કરાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી એકવાર આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે આઇએસઓ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. નિયમાનુસાર શિસ્તબદ્ધ ઓડિટ, સુચાલન અને તપાસના આધારે પ્રમાણપત્રો રિન્યુ કરવામાં આવ્યાં છે.

એસવીપીઆઇ એરપોર્ટ પરના તમામ વિભાગોનું આઇએસઓ ધોરણો મુજબ તટસ્થ ઓડિટ કરવામાં આવ્યું હતું. ઇચ્છિત ધોરણોની ખાતરી પૂર્વક તપાસ માટે આંતરિક ઓડિટ પણ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમબદ્ધ ચુસ્ત પ્રક્રિયાઓના આધારે ગુણવત્તા વ્યસ્થાપન સિસ્ટમ્સ, પર્યાવરણ વ્યવસ્થાપન સિસ્ટમ્સ, અને વ્યવસાય આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન સિસ્ટમ્સ એમ ત્રણેય આઇએસઓ ધોરણો માટે પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે.

ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા એસવીપીઆઇ એરપોર્ટનો ઉદ્દેશ સલામત અને વ્યવસ્થિત કાર્યસ્થળો સાથે સંભવિત જોખમોને દૂર કરવાનો છે. તમારું એરપોર્ટ અસરકારક અને આગોતરી સુરક્ષા માટે પગલાં લઈને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી જોખમોને ઘટાડવાની ખાતરી કરે છે. એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા એસવીપીઆઇ એરપોર્ટનો ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા અને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓને અસરકારક રીતે નાથવાનો છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા એસવીપીઆઇ એરપોર્ટ ગ્રાહકોને સંતોષ, કામકાજમાં સુધારો તેમજ નિયમ પ્રમાણે સુવિધા સાથે ગ્રાહકોને મળતીસગવડ વધારવાનો છે.

આ આઇએસઓ પ્રમાણપત્ર એસવીપીઆઇ એરપોર્ટને સ્ટેક હોલ્ડર્સ, મુસાફરો અને શહેર તરફથી મળી રહેલી પ્રસંશામાં અભિવૃદ્ધ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.