• અબતકની શુભેચ્છા મુલાકાતે સર્વેશ્ર્વર ચોક કા રાજાના સભ્યોએ આપી માહિતી
  • બાપ્પાને ડોલરની 100 નોટનો હાર પહેરાવશે ભાવિકો

Rajkot:કાલે ગણેશ ચતુર્થી છે ત્યારે દેશભરમાં ગણેશ સ્થાપન કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ 500થી વધુ જગ્યાએ બેન્ડવાજા ડીજેના તાલે લોકો ગણપતિ બાપાનું સ્થાપના કરી રહ્યા છે. તેમજ મહિલાઓ ગરબે ધુમી ગણપતિ બાપાનું સ્વાગત કરશે ત્યારે સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક કા રાજાનું પણ કાલે વાજતે-ગાજતે સ્થાપન કરવામાં આવ્યું છે. અહી બાપાને ડોલરની 100 નોટનો હાર પહેરાવવામા આવે છે.

રાજકોટ શહેર મધ્યે ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોક છેલ્લા આઠ વર્ષથી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. જેમાં આ વર્ષે ગણેશ પંડાલ જોધપુર મારબલ ગોલ્ડન ઈફેકટ ઉપર આધારીત છે જે જોધપુરના માસ્ટર્સ ધ્વારા બનાવવામાં આવેલ છે તથા ગણપતિ મહોત્સવની થીમ ગોલ્ડન મીરર આધારીત છે તેમજ જે રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે જે સમગ્ર ડીઝાઈન ખોડલધામ ઈવેન્ટના અશોકભાઈ લુણાગરીયા ધ્વારા તૈયાર કરવામા આવેલ છે.

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ- ધ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી સાંજે 7:45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12:00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષથી જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવે છે જેમાં દરેક દીવસ દરેક ભાવીકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે દરેક દિવસે 25000 થી 30000 ભાવિકો દર્શનનો લાભ લ્યે છે તથા પોતાની માનતા પુરી કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ “સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” ધ્વારા રૂા. 50,00,000-00 નો વીમો લેવામાં આવે છે. તા. 7-9-2024 ના રોજ સવારે 8:15 કલાકે ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપના કરવામાં આવશે.

33

ગણપતિ મહોત્સવ તા. 7-9-2024 થી તા. 17-9-2024 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફુટની ઉંચાઈની ઈકો ફેન્ડલી મુર્તિ બનાવવામાં આવે છે. તથા વિસર્જન તા. 17-9-2024 ના રોજ પોલીસ કમિશ્નરની સુચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવે છે.

ગણેશ મહોત્સવ વિવિધ કાર્યક્રમ

7-9-2024 સત્યનારાયણ ભગવાનની કથા રાત્રે 9 કલાકે
12-9-2024 વૃધ્ધાશ્રમની વડીલો જમણવાર
13-9-2024 અનાથ બાળકોનો જમણવાર
15-9-2024 બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સાંજે 5 અન્નકુટ દર્શન

પૂજન અર્ચના તેમજ મહાઆરતી:

7-9-2024 શનીવાર થી 17-9-2024 મંગળવાર મંગળાઆરતી સવારે 8.30 કલાકે તેમજ મહાઆરતી 7.45 કલાકે તથા શયન આરતી રાત્રે 12 કલાકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.