સર્વોદય સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓનો CBSE પરિણામમાં ડંકો

ધોરણ 10 અને 12 નું 13 વર્ષથી 100 % પરીણામ

CBSE બોર્ડ દ્વારા  ધોરણ 10  -12 નું પરિણામ જાહેર થયેલ . જેમાં 250 ફુટ રીંગ રોડ , પાળ રોડ ખાતે આવેલી સર્વોદય સેક્ધડરી સ્કૂલ નું સતત 13 માં વર્ષે પણ 100 % પરીણામ આવેલ છે.

જેમાં ધો . 10 માં સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવેલ નારિયા પ્રિયાંકે 96.00 % , દ્વિતીય ક્રમાંકે આવેલ ભોજાણી મંતવ્યએ 94.00 % સાથે  સોશિયલ સાયન્સ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ અને તૃતીય ક્રમાંકે આવેલ મણવર રાશીએ 93.60 % સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા તેમજ પરીવારનું ગૌરવ વધારેલ છે.

તેમજ ધો . 12 માં સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવેલ અગ્રવાલ વંશિકાએ 95.40 % , દ્વિતીય ક્રમાંકે આવેલ પંડિત વિશાલએ 92.80 % અને તૃતીય ક્રમાંકે આવેલ સાગઠિયા ઓમે 89.00 % સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજકોટ શહેર તેમજ શાળાનું અને તેમના પરીવારનું નામ રોશન કર્યું છે.

સંસ્થાપક  ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું કે , CBSE બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી ખૂબ મોટી સિધ્ધી હાંસિલ કરી છે . કોવિડ -19 જેવી પરિસ્થિતી સામે પણ આ વિદ્યાર્થીઓ ઓનલાઈન / ઓફલાઈન શિક્ષણને સાચા અર્થમાં સમજયા . પરિસ્થિતી કોઇપણ હોય વિદ્યાર્થીનું મન મકકમ હોય આત્મવિશ્વાસ હોય અને કામ પ્રત્યે દ્રઢ મનોબળ હોય તો હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે.

શાળાનાં મેનેજીંગ ડિરેકટર   અક્ષભાઇ ગાજીપરા , પ્રિન્સીપાલ  ડો . નિતેશકુમાર જાદવ તથા વાઈસ પ્રિન્સીપાલ   પરીતાબેન વસાવડા અને ટ્રસ્ટી  ગૌરવભાઈ પટેલે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ – ખૂબ અભિનંદન પાઠવ્યા અને ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

આયોજન પૂર્વક સતત મહેનતથી જ પરિવારનું સપનું સાકાર કરનાર નારીયા પ્રિયાંક

હાલમાં જાહેર થયેલ CBSE બોર્ડ ઘોરણ 10 ના પરિણામમાં 96.00% સાથે શાળામાં પ્રથમ નંબર મેળવનાર નારીયા પ્રિયાંક પોતાની સિદ્ધિ માટે કહે છે કે,  માતા-પિતા  તેમજ શિક્ષકોનાં માર્ગદર્શનથી સતત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકાય એવુ દૃઢ પણે માને છે . શાળામાં સમયાંતરે લેવામાં આવતી ટેસ્ટ સિરીઝ અને ડાઉટ સોલ્વ ખૂબ ઉપયોગી બન્યા છે. પોતાનાં સપના સાકાર કરવા તેમજ માતા – પિતા માટે કંઇક શ્રેષ્ઠ કરવાની ઈચ્છા સાથે  પ્રિયાંક પહેલેથી જ આયોજન પૂર્વકની મહેનત કરી ઉજવળ ભવિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરી છે . આગળ જતાં ડોકટર બનીશ . તેમજ આ સફળતા માટે હું મારા પરિવાર અને સર્વોદય શાળાનો કાયમી આભારી રહીશ.

સી.એ.બનવાનાં સપના સાથે 95.40 % સાથે સફળતા મેળવતી અગ્રવાલ વંશીકા

સંયુકત કુટુંબમાંથી આગળ આવીને માતા – પિતાના સપનાને સાકાર કરવા દ્રઢ મનોબળ ધરાવતી અગ્રવાલ વંશીકાએ CBSE બોર્ડમાં ધોરણ 12 માં 95.40 % સાથે શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. આ શ્રેષ્ઠ સફળતા મેળવીને પરિવાર તેમજ શાળાનું નામ રોશન કર્યુ છે . માતાની લાડકી દીકરી વંશીકાએ આગળ સી.એ. ની શ્રેષ્ઠ કારર્કિદી બનાવવાનો સંકલ્પ રાખ્યો છે . વંશીકા આનંદ સાથે કહે છે કે , નિયમિત કાર્ય અને શાળામાં સમયાંતરે લેવાતી પરીક્ષાને કારણે ઘણો ફાયદો થયો છે. વિષયવાર આયોજનથી આજે મને સફળતા મળી છે . પ્રેરણા સ્ત્રોત ભરતસરનાં વિચાર મુજબ શિક્ષણ સાથે કેળવણી પ્રાપ્ત કરી ઉજજવળ ભવિષ્ય બનાવવાની ઇચ્છા છે.