Abtak Media Google News

પદ્મભૂષણ અને પદ્મશ્રી ડો.રેડી, ડો.સુદ સહિત દેશના જાણીતા તબીબો માર્ગદર્શન આપશે: ઇન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી દ્વારા આયોજન: તબીબો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સૌરાષ્ટ્રના તબીબી હબ ગણાતા રાજકોટના આંગણે તા.૪ અને પ માર્ચ શનિ-રવિ બે સ્દવસનો પેટ, લિવર, આંતરડા, સ્વાદુપિંડ જેવા ગંભીર રોગોના નિદાન અને સારવાર તેમજ આવા રોગોથી બચવા માટે માર્ગદર્શન આપતી તજજ્ઞ તબીબોની કોન્ફરન્સ ‘ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ હીપેટોલોજી અપડેટ-૨૦૧૭’ સૌરાષ્ટ્રના ‘રીજન્સી લગુન રીસોર્ટ-રાજકોટ’ ખાતે યોજાશે. સૌરાષ્ટ્રમાં પહેલી વખત આવા દેશ લેવલની લોકોપયોગી ગેસ્ટ્રોલોજી કોન્ફરન્સનું આયોજન થઇ રહ્યું છે.

આ કોન્ફરન્સનું આયોજન ‘ઇન્ડીઅન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી’ દ્વારા ગુજરાત ચેપ્ટર, જીઇએસઆર (ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ એન્ડોસ્કોપી સોસાયટી ઓફ રાજકોટ) તથા એસોસીએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે. જેને ‘મીડ ટર્મ ઇસ્કોન-૨૦૧૭’ એવુ શીર્ષક આપવામાં આવેલ છે.

આ કોન્ફરન્સમાં સમગ્ર સૌરાષ્ટ્રના ફિઝિશ્યન સર્જન અને બાળકોના રોગોના નિષ્ણાંત તબીબો તેમજ આખા ગુજરાતના ગેસ્ટ્રોએન્ટરલોજીસ્ટો મળીને લગભગ ૫૦૦ થી વધુ તબીબો ભાગ લેવા ઉપસ્થિત બહેશે એમ કોન્ફરન્સના સેક્રેટરી ડો.કે.કે.રાવલે જણાવેલ છે.

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા તબીબોને માહિતગાર કરવા માટે ભારતભરમાંથી આ ક્ષેત્રના વિશ્ર્વવિખ્યાત નામાંકિત ૨૦ જેટલા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અને એન્ડોસ્કોપીસ્ટ તજજ્ઞ ડોકટરો વ્યાખ્યાન આપવા પધારવાના છે. જેમાં પદ્મભૂષણ અને પદ્મશ્રી ડો.નાગેશ્ર્વર રેડ્ડી (હૈદ્રાબાદ), મેદાંતા હોસ્પિટલ -દિલ્હીના પદ્મશ્રી ડો.રણધીર સુદ અને પદ્મશ્રી ડો.અમિત મેદેવ (મુંબઇ) એન્ડોસ્કોપીની સારવારની નવી ટેકનીક વિશે જાણકારી આપવા ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત પદ્મભૂષણ ડો.શિવ સરીન (નવી દિલ્હી) તેમજ મુંબઇના ડો. અમરાપુરકર, ડો.આભા નાગરાલ અને ડો.સમીર શાહ લિવર અને કમળાના રોગોની આધુનિક સારવાર વિશે માહિતગાર કરશે.

આ કોન્ફરન્સના અન્ય તજજ્ઞ વક્તાઓમાં આઇએસજી ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડો.સુધાંશુ પટવારી, સેક્રેટરી ડો. નિલય મહેતા, ઇન્ડીયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી (આઇએસજી)ના સેક્રેટરી અને એઇમ્સ નવી દિલ્હીના ડો.ગોવિંદ મખારિયા તથા સવાઇ માનસિંહ મેડિકલ કોલેજ જયપુરના ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના હેડ ડો.સંદીપ નિઝાવન રહેશે.

આ કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જિલ્લાના ૧૬ જેટલા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડોકટરો દ્વારા ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ એન્ડોસ્કોપી સોસાયટી ઓફ રાજકોટના નેતૃત્વ હેઠળ થઇ રહ્યું છે. જેના ચેરમેન ડો.ચેતન મહેતા અને સેક્રેટરી ડો.કે.કે.રાવલ રહેશે. આ ઉપરાંત અન્ય ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટો ડો.દેવાંગ ટાંક, ડો.ચિંતન કણસાગરા, ડો.પારસ ડી. શાહ, ડો.અવ્વલ સાદીકોટ, ડો.વિમલ બી. સરડવા, ડો.ગજેન્દ્ર ઓડેદ્રા, ડો. ગુંજન જોષી, ડો. પ્રફુલ કમાણી, ડો. અરવિંદ વિકાણી તથા જામનગરના ડો. વિરલ વ્યાસ, ડો. જય ભટ્ટ, ડો. સુભાષ પટેલ તથા ભાવનગરના ડો. વેંકટ ઐયર અને ડો.હિમાંશુ પટવારી કોન્ફરન્સને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોન્ફરન્સમાં શનિ-રવિ બે દિવસમાં લગભગ ર૮ જેટલા તજજ્ઞોના વ્યાખ્યાનો યોજાશે. વ્યાખ્યાનોના વિષયોની પસંદગી ફિઝિશ્યન, સર્જન અને બાળરોગ નિષ્ણાંત તબીબોને રોજબરોજના દર્દીઓની સારવારમાં ઉપયોગી થાય તેવા શુભ હેતુસર કરેલ છે.

આ કોન્ફરન્સમાં માહિતીસભર સ્મરણિકા (સોવેનિયર) પ્રકાશિત થશે, જે કોન્ફરનસમાં ભાગ લેનાર બધા જ તબીબોને આપવામાં આવશે. આ સોવેનિયરમાં સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત તબીબો ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટો દ્વારા જુદા જુદા વિષયો પર તૈયાર કરવામાં આવેલા લેખોનો સમાવેશ કરેલ છે. તદઉપરાંત આ વખતે સોવેનિયરમાં આયોજકોને ઉપલબ્ધ થયેલા આખા ગુજરાતના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટોના નામ સરનામા સાથેની યાદીનો સમાવેશ કરવામાં આવેલ છે. રવિવાર તા.પ/૩ના સાંજના હાઉ ટુ બીકમ એ ગુડ ડોકટર વિષય પર અલ્હાબાદના ડો.એસ.પી.મિશ્રા વિશેષ વકતવ્ય આપશે.

‘અબતક’ની મુલાકાતે ડો.અરવિંદ વિકાણી (રાજકોટ), ડો.ચેતન મહેતા (રાજકોટ), ડો.કે.કે.રાવલ (રાજકોટ), ડો.પ્રફુલ કમાણી (રાજકોટ), ડો.ગુંજન જોષી (રાજકોટ), ડો.વિમલ સરડવા (રાજકોટ), ડો.ગજેન્દ્ર ઓડેદરા (રાજકોટ), ડો.અવ્વલ સાદીકોટ (રાજકોટ), ડો.પારસ શાહ (રાજકોટ), ડો.ચિંતન કણસાગરા (રાજકોટ), ડો.દેવાંગ ટાંક (રાજકોટ), ડો.સુભાષ પટેલ (જામનગર), ડો.જય ભટ્ટ (જામનગર), ડો.વિરલ વ્યાસ (જામનગર), ડો.હિમાંશુ પટવારી (ભાવનગર), ડો.વેંકટ ઐયર (ભાવનગર), વિકાસ પબ્લીસીટીના મહેન્દ્રભાઇ મહેતા, રીશીત મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.