Abtak Media Google News

શહેરમાં અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતી સરગમ કલબ દ્વારા ઈવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે જૂના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યાનું તા.૨૭ અને ૨૮ના રોજ આયોજન કરાયું છે.

સરગમ કલબ અને સ્વર સાધના મ્યુઝીકલ ગ્રુપના ઉપક્રમે ઈવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે સાંજે ૬ કલાકે કરાઓકેના સથવારે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ એચ.પી.પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવશે.

આ ઉપરાંત સરગમ કલબ અને ફ્રેન્ડ ગ્રુપના ઉપક્રમે તા.૨૮ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે કરાઓકેના સથવારે જૂના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નવનીતભાઈ હિંડોચા સહિતના કલાકારો ગીત-સંગીત રજૂ કરશે.

ઉપરોકત બન્ને કાર્યક્રમ ઈવનિંગ પોસ્ટ ગાર્ડન, ચૌધરી હાઈસ્કૂલ પાસે, પ્રભુકૃપા હોસ્પિટલ પાસે, જિલ્લા બેંકની બાજુમાં, યોજાશે. કાર્યક્રમમાં ઈવનિંગ પોસ્ટના સભ્યોને તેમના આઈકાર્ડ પર પ્રવેશ મળશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.