Abtak Media Google News

આગામી તારીખ ૧૭ જૂન, ૨૦૨૩ થી શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી થશે અને ૪ નવેમ્બર સુધી વક્રી રહેશે. શનિ મહારાજ કર્મના કારક છે તેમના વક્રી થવાથી કર્મ બાબતે થોડી તકલીફો વધુ થતી જોવા મળે ધંધા રોજગાર બાબતે વિશેષ ચિંતા રહે વળી આ સમયમાં કેટલાક કાર્ય રિપીટ કરવા પડે.

આ સમયમાં કંસ્ટ્રક્સનના કામ કરવા મુશ્કેલ બને વળી મોટી ઇમારતો, બાંધો કે રસ્તાઓના નિર્માણમાં પરેશાની આવતી જોવા મળે અથવા વિવાદ થાય. સિમેન્ટ , સ્ટીલ જેવા બાંધકામના મટિરિઅલમાં ભાવ વધે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં પણ વૃદ્ધિ થાય અને મોંઘવારી બેરોજગારી માથું ઉંચકતી જણાય તો પાકિસ્તાન જેવા દેશોમાં સ્થિતિ બેકાબુ બનતી જોવા મળે. આ સમયમાં લેબર સાથે કામ પાડવું અઘરું થાય લેબર યુનિયનનો દબદબો વધે લેબર કોર્ટના ચુકાદાઓ પણ કડક આવે પરંતુ સામાન્ય ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો જોવા મળે.

શનિનો અમલ રાજનીતિ પર છે માટે રાજનીતિમાં મોટા પાયે સમીકરણ બદલતા જોવા મળે અને આ ઘટનાક્રમ ૧૭ જૂન, ૨૦૨૩ થી ૪ નવેમ્બર ૨૦૨૩માં વિશેષ જોવા મળે વળી પક્ષપલટો કરવો અને અચાનક સુર બદલવાની ઘટનાઓ જાહેરજીવન અને રાજનીતિમાં વિશેષ જોવા મળશે. કેટલીક મોટી બાંધકામ યોજનાઓ આ સમયમાં બંધ થતી કે વિલંબ માં પડતી જોવા મળશે. વિશ્વની રાજનીતિની બિસાતમાં પણ નવા ખુલાસા થતા જોવા મળે. રાશિ મુજબ જોઈએ તોકર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, કન્યા અને મીન રાશિએ આ સમયમાં વિશેષ કાળજી રાખવી પડે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.