સૌરાષ્ટ્રે કેરેલાને ઇનીંગ અને 131 રને પરાજય આપ્યો

આકર્ષક બેવડી સદી ફટકારનાર ચિરાગ જાની મેન ઓફ ધી મેચ: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મેચમાં 11 વિકેટો ઝડપી

અબતક, રાજકોટ

રણજી ટ્રોફી 2021-2022 માં એલીટ ગ્રુપ-ડીના અમદાવાદ ખાતે રમાયેલા મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ઓડિશાને એક ઇનીંગ અને 131 રને પરાજસ્ત કર્યુ છે. મેચમાં આકર્ષક બેવડી સદી ફટકારનાર ચિરાગ જાનીને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો બન્ને દાવમાં સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 11 વિકેટો ઝડપી હતી.

સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓલ રાઉન્ડર ચિરાગ જાનીના આકર્ષક 235 રનની મદદથી સૌરાષ્ટ્રની ટીમે પ01 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓડિશાની પ્રથમ બેટીંગ માત્ર 165 રનમાં સમેટાય જતા સૌરાષ્ટ્રે ઓડિશાને ફોલોઓન આપતા ફરી દાવમાં ઉતાર્યુ હતું. પ્રથમ દાવમાં જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચાર-ચાર વિકેટો ઝડપી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ઓડિશાની ટીમે 10પ રનમાં પાંચ વિકેટો ગુમાી દેતા સૌરાષ્ટ્રની જીત નિશ્ર્ચિત થઇ જવા પામી હતી.

મેચના અંતિમ દિવસે માત્ર ઔપચારિકતા બાકી રહી હતી. બીજા દાવમાં ઓડિશાની ટીમ ર0પ રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો એક ઇનીંગ તથા 131 રનથી શાનદાર વિજય થયો હતો બીજા દાવમાં પણ ધર્મેન્દસિંહ જાડેજાનો તરખાટ જારી રહ્યો હતો. બીજા દાવમાં તેઓએ 88 રનમાં 7 વિકેટ ઝડપી હતી. મેચના બન્ને દાવમાં જાડેજાએ 11 વિકેટો ખેડવી હતી. આકર્ષક બેવડી સદી ફટકારનાર ચિરાગ જાનીને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમને 7 પોઇન્ટ મળ્યા હતા. હવે 3 થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે મેચ રમાશે.