Abtak Media Google News

રાજકોટના પ્રમુખ અને મહામંત્રીને અપાશે સ્થાન: વી.પી.વૈષ્ણવ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં જે ચૂંટણી યોજાવાની હતી તે હવે નહીં યોજાય. કારણકે એકમાત્ર બિનહરીફ ઉમેદવાર રાજુ જુંજાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ચુંટણીનો અવકાશ પુરો થઈ ચૂકયો છે પરંતુ જો આપણે વાત કરીએ તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સુસ્ક રીતે કામ કરી રહ્યું છે. ત્યારે રાજકોટ ચેમ્બરના આગેવાનો તે પ્રશ્ર્ન પુછતા તેમના અનેકવિધ ઉતરો સામે આવ્યા હતા.

પ્રશ્ર્ન: જેમ કે આગામી આરસીસીઆઈના પ્રમુખ કોણ હશે?

ઉતર: આ પ્રશ્ર્નના ઉતરમાં ચેમ્બરના આગેવાનોએ જણાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં બંને પેનલોના સંયુકત નિર્ણયથી પ્રમુખની ઘોષણા કરવામાં આવશે. ત્યારે એકાદ દિવસમાં ૨૪ બિનહરીફ આગેવાનોના નામ ઘોષીત કરાશે.

પ્રશ્ર્ન: પ્રમુખને લઈને ચેમ્બર શું પ્રજાને ધ્યાને લેશે કે પછી ગ્રુપીસમ કરવામાં આવશે ?

ઉતર: આ પ્રશ્ર્નના જવાબમાં આગેવાનોએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા પ્રજાલક્ષી અને પ્રજાના હીતમાં લેવાતા નિર્ણયોનો આવકારે છે. ત્યારે પ્રમુખ બંને પેનલોના સંયુકત સુજાવોના આધારીત વરણી કરાશે.

પ્રશ્ર્ન: આ વખતે ચૂંટણી સમરસ થઈ ચૂકી છે પરંતુ લોકો શું કામ ભાગ નથી લેતા ? શું લોકોનો ભરોસો ચેમ્બર પરથી ઉઠી ગયો છે?

ઉતર: આગેવાનોએ જણાવ્યું હતું કે વાત સાચી છે કે આ વખતે ચૂંટણી સમરસ થઈ છે પરંતુ વાત એ છે કે ચેમ્બર ઓફ કોમર્સ પોતાની જાગૃતતા ફેલાવવામાં નિષ્ફળ નિવડી છે. જયારે પ્રજાલક્ષી કરવામાં આવે છે તેમ છતા લોકો સુધી પૂર્ણ માહિતી નથી પહોંચતી તે એક દુ:ખની વાત છે. લોકોને સહેજ પણ ચેમ્બરમાંથી ભરોસો નથી ઉઠયો માત્ર જાગૃતતા જો કેળવાય તો ચેમ્બર પોતાની ઓળખ ઉભી કરી શકે છે.

પ્રશ્ર્ન: લોકો ચેમ્બર ઓફ કોમર્સમાં શું કામ નથી જોડાતા ?

ઉતર: આ પ્રશ્ર્નનો જવાબ દેતા ચેમ્બર દ્વારા જણાવ્યું હતું કે લોકો નથી જોડાતા તે વાત મહદઅંશે સાચી છે પરંતુ ચેમ્બર માટેની જાગૃતતા કેળવવા જે નિષ્ફળતા મળી છે તે મુખ્ય કારણ છે.

પ્રશ્ર્ન: શું કામ ચેમ્બર સુસ્ક રીતે કામ કરે છે ?

ઉતર: આ પ્રશ્ર્નના વિરોધમાં ચેમ્બર દ્વારા જણાવ્યું હતું કે પાછલા ૫ વર્ષોની જો સરખામણી કરીએ તો ચેમ્બરએ અકલ્પનીય કામ કર્યું છે. જેમાં એરપોર્ટનો મુદો પણ આવરી લેવાયો છે.

પ્રશ્ર્ન: રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે રાજકોટની જનતાના પડતર પ્રશ્ર્નો કેવી રીતે પૂર્ણ થશે?

ઉતર: આ પ્રશ્ર્નના જવાબમાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ મહામંત્રી વી.પી.વૈષ્ણવએ જણાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની રચના કરાશે. જેમાં રાજકોટ ચેમ્બરના નવનિયુકત પ્રમુખ અને મહામંત્રીને સાથે રાખી સૌરાષ્ટ્ર ચેમ્બરની રચના કરાશે. જેથી સૌરાષ્ટ્રના પડતર પ્રશ્ર્નોનો નિકાલ વહેલા તે પહેલાના ધોરણે કરાશે.

પ્રશ્ર્ન: ચેમ્બરના પ્રમુખ જે નિયુકત થશે તે કેવા હશે ?

ઉતર: આના ઉતરમાં વી.પી.વૈષ્ણવએ કહ્યું હતું કે, ઈલેકશન ન કરવા પાછળનું કારણ એ છે કે ઈલેકશનના બદલે સિલેકશન ના થાય જેથી ચેમ્બર ઓફ કોમર્સની જે પ્રમુખ મળે તે પ્રજાલક્ષી હોય અને પ્રજાના હિતમાં નિર્ણય લઈ અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી બિનહરીફ

એકમાત્ર અપક્ષ ઉમેદવાર રાજુભાઈ જુંજાએ ઉમેદવારી પાછી ખેંચીરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચુંટણી આગામી ૧૯ એપ્રિલના રોજ યોજાનારી હતી પરંતુ બંને પેનલ વચ્ચે સમાધાન થઈ જતા ચુંટણીમાં સ્પર્ધાનું તત્વ રહ્યું જ નહોતું. એકમાત્ર અપક્ષ ઉમેદવાર રાજુભાઈ જુંજા દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેચાતા ચુંટણી યોજવાની નોબત આવી હતી પરંતુ વેપારી આગેવાનો સાથે મધ્યસ્થી થતા રાજુ જુંજાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેથી હવે ચૂંટણી નહી યોજાઈ અને આજકાલમાં બિનહરીફ સભ્યોનું નામ પણ ઘોષિત કરવામાં આવશે.

આ તકે રાજુભાઈ જુંજાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ ચેમ્બરની સાથે રહી કામ કરવા માગે છે નહી કે સામે રહી લડવા માગે છે.

આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મહામંત્રી વી.પી.વૈષ્ણવે જણાવતા કહ્યું હતું કે આવનારા સમયમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની રચના કરવામાં આવશે.  જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખને સાથે રાખી સૌરાષ્ટ્રના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વધુમાં જણાવતા વી.પી.વૈષ્ણવે કહ્યું હતું કે ઈલેકશનના બદલે તેઓ સિલેકશનમાં માને છે. તેઓએ કહ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં ચેમ્બરે ખુબ જ સારી પ્રગતિ કરી છે અને લોકઉપયોગી નિર્ણયો પણ લીધેલા છે જે એક ઐતિહાસિક વાત કહી શકાય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.