Abtak Media Google News

ચેતેશ્ર્વર પુજારાએ 38 અને સમર્થ વ્યાસે 33 રન ફટકાર્યા

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2022-23 એલીટ ગ્રુપ-ડી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ગુજરાતને ત્રણ વિકેટે પરાજય આપી નોટ આઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ર્ચીત કરી લીધું છે.

ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ  ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે નિર્ધારીત ર0 ઓવરમાં 7 વિકેટના ભોગે 162 રન નોંધાવ્યા હતા.ચિરાગ ગાંધીએ ર9 બોલમાં 6 ચોકકા અને ચાર છગ્ગાની મદદથી 63 રન ફટકાર્યા હતા. જયારે ઉર્વીલ પટેલે 40 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રવતી સુકાની જયદેવ ઉનડકટે બે, યુવરાજ ચુડાસમાએ બે, ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટો ખેડવી હતી.સૌરાષ્ટ્રની ટીમે 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવી વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ઇન્માર્ફ બેટસમેન ચેતેશ્ર્વર પુજારાએ ર7 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિકસરની મદદથી 38 રન સમર્થ વ્યાસે 1પ બોલમાં 6  ચોગ્ગા અને એક સિકસરની મદદથી 33 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ 3 વિકેટે ગુજરાતને પરાજય આપ્યો હતો સતત ત્રણ મેચમાં જીત સાથે સૌરાષ્ટ્રે નોક આઉટમાં પોતાનુ: સ્થાન લગભગ પાકુ કરી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.