Abtak Media Google News

ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર એક ઓનલાઇન વિચારગોષ્ઠીનું આયોજન થયું હતું. જેમાં ભારતમાં ઇઝરાયેલના મુંબઇ ખાતે કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન અને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા લિબી વેઇસ વક્તા તરીકે જોડાયા હતાં. સંપૂર્ણ કાર્યક્રમને શિરીષ કાશિકરે સફળતાપૂર્વક સંચાલિત કર્યો હતો.

લિબી વેઇસે ઇઝરાયેલ તેલ-આવિવથી બધાને ગાઝા-હમાસ દ્વારા 1000થી વધુ રોકેટ્સ દ્વારા ઇઝરાયેલના અનેક શહેરોમાં અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં થયેલા હુમલાઓ વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇને કેટલાક વિડિયો દ્વારા ઇઝરાયેલના ઉપર થયેલ હમાસના રોકેટ હુમલા અને ઇઝરાયેલના લોકોને કેવી રીતે બોમ્બ શેલ્ટરમાં પોતાના જીવ બચાવીને આશ્રય લેવો પડ્યો અને ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ, ગાઝાના રોકેટ હુમલાથી ગાઝાના બાળકો અડફેટમાં આવીને મૃત્યુ પામ્યા તે વાત પેલેસ્ટાઇનના “ડિફેન્સ ફોર ચિલ્ડ્રન” ટ્વિટર એકાઉન્ટમાં મુકેલી માહિતી પણ તેઓએ આપી હતી. આ વિચારગોષ્ઠીમાં ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોના કુલ 80 જેટલા પ્રતિષ્ઠિત પત્રકાર, કોલમિસ્ટ, મોટીવેશન સ્પીકર અને અન્ય મહાનુભાવો જોડાયા હતાં. બંને વ્યક્તાઓના વક્તવ્ય બાદ સહભાગીઓ સાથે સંવાદ પણ થયો હતો. પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્ય કારિણી સદસ્ય જે.નંદકુમાર, સૌરભ શાહ, નગેન્દ્ર વિજય, જ્વલંત છાયા, મહાદેવ દેસાઇ, હેમંત શાહ, જય વસાવડા, શૈલેષ સગપરિયા સહિતના વરિષ્ઠ પત્રકાર કોલમિસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિના કુલપતિ નીતિન પેથાણી અને સાંચી યુનિના કુલપતિ નીરજા ગુપ્તા સહિતના અનેક વરિષ્ઠ પ્રબુધ્ધ નાગરિકો સહભાગી થયા હતાં.  ભારતીય વિચાર મંચની યુ-ટ્યુબ ચેનલ ઉપર લાઇવ પ્રસારિત આ વિચારગોષ્ઠિમાં કુલ 1200થી વધુ શ્રોતાઓ જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.