Abtak Media Google News
  • ર019ની સરખામણીએ રાજકોટ, પોરબંદર, જામનગર, અમરેલી અને ભાવનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોની લીડમાં વધારો, કચ્છ, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં ભાજપના ઉમેદવારોની લીડમાં ઘટાડો

ક્ષત્રિય સમાજના વાવાઝોડા વચ્ચે

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની તમામ આઠેય બેઠકો જીતવામાં સતત ત્રીજી વખત ભાજપ સફળ રહ્યું છે. 2019ની લોકસભાની ચુંંટણીની સરખામણીએ આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો પર ભાજપના વિજેતા ઉમેદવારોની લીડમાં વધારો નોંધાયો છે. જયારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારોની લીડમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતની (સુરત સિવાયની) રપ બેઠકો પૈકી નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ સતત બીજી વખત સૌથી વધુ 7,73,551 મતોની વિજેતા બન્યા છે. જયારે પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી માત્ર 31,876 મતોથી જીતવામાં સફળ રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છની જે ત્રણ બેઠકો પર ભાજપના વિજેતા ઉમેદવારોની લીડમાં ઘટાડો થયો છે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠકનો સમાવેશ થાય છે. કચ્છ બેઠક પર વિનોદભાઇ ચાવડા 2019માં 3,05,513 મતોની લીડથી જીત્યા હતા. આ વખતે તેઓની લીડ 2,68,782 મતોની રહી છે. જુનાગઢ બેઠક પર 219માં રાજેશભાઇ ચુડાસમા 1,50,211 મતોની લીડ સાથે જીત્યા હતા. આ વખતે તેઓની લીડ 1,35,494 મતોની રહી છે. જયારે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે આ વખતે ઉમેદવાર બદલ્યા હતા ડો. મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઇ શિહોરાને ટિકીટ આપવામાં આવી હતી. 2019માં સુરેન્દ્રનગર બેઠક ભાજપે 2,77,437 મતોની લીડથી કબ્જે કરી હતી જયારે આ વખતે 2,61,617 મતોની લીડ રહી છે. રાજકોટ, પોરબંદર, જામનગર, અમરેલી અને ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારો 2019 કરતા વધુ લીડ સાથે જીત્યા છે. રાજકોટ બેઠક પર 2019માં મોહનભાઇ કુંડારીયા 3,68,407 મતોની લીડ સાથે જીત્યા હતા. જયારે આ વખતે પરસોતમભાઇ રૂપાલા 4,84,260 મતોથી જીત્યા છે. પોરબંદર બેઠક પર 2019 માં રમેશભાઇ ધડુક 2,29,823 મતોથી જીત્યા હતા. જયારે આ વખતે ડો. મનસુખ માંડવીયા 3,80,285 મતોની લીડથી જીત્યા છે. જામનગર બેઠક પર 2019માં પનમબેન માડમ 2,36,804 મતોથી જીત્યા હતા જયારે આ વખતે તેઓની લીડ 2,38,008 મતોની રહી છે.

અમરેલી બેઠક પર 2019માં નારણભાઇ કાછડિયા 2,01,431 મતોની લીડથી જીત્યા હતા જયારે આ વખતે ભરતભાઇ સુતરિયા 3,21,068 મતોની લીડથી જીત્યા છે. જયારે ભાવનગર બેઠક પર 2019માં ભારતીબેન શિયાળ 3,29,519 મતોની લીડથી જીત્યા હતા આ વખતે નિમુબેન બાંભણીયા 4,55,289 મતોની લીડથી વિજેતા બન્યા છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય લોકસભા બેઠક ભાજપ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પાંચ બેઠકો પર લીડ પણ વધી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.