સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને યોજાશે સેવા કાર્યો

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમ સમાજ  રાજકોટ દ્વારા ગુજરાત રાજય ના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજકોટ વિધાનસભા 69 ના ધારાસભ્ય  વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમીતે કાલે માધાપર ઈશ્વરીયા મહાદેવ મંદિર , રાજકોટ ખાતે સાંજના 5 થી 7 કલાકે  દીર્ઘ આયુષ્ય માટે વિશેષ યજ્ઞ , સાંજે ઈશ્વરીયા મહાદેવ મંદિરે મહા આરતી ,બ્રહમ ભોજન , દરિદ્ર નારાયણો ને ભોજન પ્રસાદ  જેવા કાર્યક્રમો રાખેલ છે. આ અંગેની માહિતી આપવા ‘અબતક’મીડીયાની શુભેચ્છા મુલાકતે આવેલા આગેવાનોએ વિશેષ વિગતો આપી હતી.

પંકજભાઈ રાવલ પ્રમુખ  તરફથી કરવામાં આવ્યુ છે અને આ આયોજનના સેવા યજ્ઞના કાર્ય ને સફળ બનાવવા તેમની ટીમ – અમિતભાઈ ખીરા , દિપકભાઈ ભટ્ટ , સિમાબેન જોષી , ધર્મિષ્ઠાબેન , જલ્પાબેન , નિરનભાઈ દવે બહમ દેવ સમાજના મિલનભાઈ શુકલા , નિરજભાઈ , વિરાજભાઈ , કુમારદિપભાઈ , દિપકભાઈ સુડીયા , અજયભાઈ સાતા , કૃણાલભાઈ દવે , જયભાઈ ત્રીવેદી , સુનિલભાઈ જોષી , સંજયભાઈ ટાંક , ચંદુભા ડાભી , જીતુભાઈ આહિર , તેમજ ઈશ્વરીયા મહાદેવ મંદિર સ્ટાફ તથા તમામ મીત્ર સર્કલ દ્વારા જહેમત ઉઠાવી રહયા છે અને ભાવભર્યુ આમંત્રણ પાઠવી રહયા છે

જન્મદિવસ સાદગી પૂર્ણ બને તેટલા લોકો ને મદદરૂપ થઈ ઉજવણી નહી પણ મોટી માત્રામાં સેવાકીય કાર્ય કરી સેવા યજ્ઞ દ્વારા ઉજવવામાં આવશે જે રૂપાણી સાહેબનો સ્વભાવ રહયો છે તે મુજબ રૂપાણી સાહેબ ઉત્સવ ની જગ્યાએ સેવાયજ્ઞ માં માને છે .