Abtak Media Google News

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી ઓપનીંગ સેરેમેનીમાં ખાસ ઉપસ્થિત રહેશે: 11 જૂન સુધી પાંચ ટીમો વચ્ચે જંગ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની હાઇફાઇ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો આવતીકાલથી ધમાકેદાર આરંભ થઇ રહ્યો છે. 11મી જૂન સુધી ચાલનારી આ મેચમાં હાલાર હિરોઝ, ઝાલાવાડ રોયલ્સ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડીયર્સ અને સોરઠ લાઇન્સ વચ્ચે જંગ જામશે. કાલે ઓપનીંગ સેરેમનીમાં રાજ્ય સરકારના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલે 5:45 કલાકે એસપીએલ-2ની ઓપનિંગ સેરેમનીનો આરંભ થશે. જેમાં રાજ્ય સરકારના રમત-ગમત મંત્રી હર્ષભાઇ સંઘવી ઉ5સ્થિત રહેશે. એસસીએના પ્રમુખ જયદેવભાઇ શાહના જણાવ્યાનુસાર એસપીએલની પ્રથમ સીઝન ખૂબ જ સફળ રહ્યા બાદ કાલથી 11 જૂન સુધી એસપીએલ-2 રમાશે. તેઓએ બીસીસીઆઇનો પણ આભાર માન્યો હતો.

આવતીકાલે 7 વાગ્યાથી સોરઠ લાયન્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે ઓપનીંગ મેચ રમાશે. ત્રીજી જૂનના રોજ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે, ચાર જૂનના રોજ ઝાલાવાડ રોયલ્સ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે મેચ રમાશે. જ્યારે રવિવારના રોજ બે મેચ રમાશે. જેમાં બપોરે 3 કલાકથી હાલાર હિરોઝ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે જ્યારે સાંજના 7 કલાકથી કચ્છ વોરિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે 6 જૂનના રોજ સાંજ 7 વાગ્યાથી ગોહિલવાડ ગ્લેડિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે, 7 જૂન વચ્ચે સાંજ 7 કલાકથી કચ્છ વોરિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે, 8મી જૂને બે મેચ રમાશે બપોરે 3 કલાકથી ગોહિલવાડ ગ્લેડિયર્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે અને સાંજે 7 કલાકથી સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે, 10મી જૂનના રોજ સાંજ 7 કલાકથી ગોહિલવાડ ગ્લેડિયર્સ અને હાલાર હિરોઝ વચ્ચે મેચ રમાશે. એસપીએલ-2નો ફાઇનલ મેચ 11 જૂન રોજ રમાશે.  એસપીએલ-2માં કુલ 11 મેચ રમાશે, જેમાં 9 મેચ ડે એન્ડ નાઇટ અને બે મેચ બપોરે રમાશે. હાલાર હિરોઝ ટીમના સુકાની અર્પીત વસાવડા છે. ઝાલાવાડ રોયલ્સના સુકાની શેલ્ડન જેક્શન છે. ગોહિલવાડ ગ્લેડિયર્સની ટીમ જયદેવ ઉનડકટના નેતૃત્વમાં ઉતરશે. સોરઠ લાયન્સના સેનાપતિ ચિરાગ જાની અને કચ્છ વોરિયર્સના કેપ્ટનશીપનો તાજ અગ્નિવશ અપાચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.