ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરૂ સંયમ શતાબ્દી સંવત્સરે અપૂર્વ આયંબિલ તપની શ્રૃંખલા યોજાશે

ત્રીજીએ ગુરૂદેવ પ્રાણલાલજીની 100મી દિક્ષા જયંતિ

આયંબિલ તપનો શનિવારથી પ્રારંભ: સંઘમાં અનેરો થનગનાટ

સંઘોને પ્લેટીનમ, ગોલ્ડન, સિલ્વર ગ્રેડથી નવાજાશે

તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મ.સા.ના સુશિષ્ય રાષ્ટ્રસંત પર મ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના શુભાશિષ એવં પ્રાણ પિરવાર ના મહાસતીજીઓની મંગલ પ્રેર ણાથી પ્રગટ પ્રભાવી પ.પૂ. જય માણેક ગુરુદેવના શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મ.સા.ની 100 મી દીક્ષા જયંતિ ઉપલક્ષો વાર્ષિક આયંબિલ સાંકળનું ઉત્કૃષ્ટ અને ઉમદા તપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભૂતપૂર્વ આયોજનમાં દેશ વિદેશના સંઘો, મહિલા મંડળો, યુવક મંડળો, ક્ધયા મંડળો, જૈન સોશિયલ ગૃપ, જૈન જાગૃતિ સેન્ટર , બાલક બાલિકાઓ વિગેરે આ આયંબિલ તપની શ્રૃંખલામાં (આયંબિલની સાંકળ) લાભ લઈ શકે છે.

આ આયોજનને આખરી ઓપ આપવા તપસમ્રાટ ગુરુદેવના પ્રિય શિષ્યર ત્ન ધ્યાન સાધક હસમુખમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તિની સદાનંદી સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણાઓના સુમંગલ સાનિધ્યમાં શેઠ ઉપાશ્રય જૈન સંઘના પ્રાંગણે બૃહદ રાજકોટના સંઘોની તથા મહિલા મંડળોની મિટીંગ મળી હતી.

આ મિટીંગમાં આવેલ સંઘપતિઓ, મંત્રીઓ, ટ્રસ્ટીઓ તથા મહિલા મંડળોના પ્રમુખોનું સ્વાગત શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેર મેન ચંદ્રકાંતભાઈ શેઠે કર્યું જયારે આ આયોજન માટે સંક્ષિપ્તમાં વિગત મનહર  પ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલર ભાઈ કોઠારીએ આપી હતી.

પ્રાણગુરુની સંયમ શતાબ્દી સંવત્સર  મહોત્સવની વિગતવાર  માહિતી સદાનંદી ગૃપના પ્રવચન પ્રભાવિકા ડો. અમિતાબાઈ મહાસતીજીએ આપતા જણાવ્યું કે, દેશ વિદેશના સંઘો, મહિલા મંડળ વિ. 31-31 શ્રાવક ભાઈઓ બહેનો બાળકોનું ગૃપ બનાવવાનું છે જે બાર  માસ સુધી તપર ત ર હેશે. ગૃપમાં જોડાયેલ તપસ્વીએ વર્ષમાં કુલ 1ર  આયંબિલ કર વાની ર હેશે. વર્ષના અંતે દરેક તપસ્વીઓનું બહુમાન કર વામાં આવશે.

વર્તમાન કોરોનાની પિરસ્થિતીને ધ્યાન માં લઈ તપસ્વી આયંબિલ પોતાના નિવાસ સ્થાને અથવા સંઘોમાં ચાલતા આયંબિલના કાયમી ભોજનાલયમાં પણ કરી શકશે. જે સંઘ 11 કે તેનાથી વધુ 31-31 નું ગૃપ બનાવશે તેવા સંઘને પ્લેટીનમ ગ્રેડ સંઘ તરીકે જયારે પ કે તેનાથી વધુ ગૃપ બનાવશે. તેવા સંઘને ગોલ્ડન ગ્રેડ સંઘ તરીકે અને 3 કે તેનાથી વધુ ગૃપ બનાવશે તેવા સંઘને સિલ્વર  ગ્રેડ સંઘ તરીકે નવાજવામાં આવશે. દર  મહિને એક એવી રીતે તપસ્વીને આપવામાં આવેલ તારીખ પ્રમાણે બાર  મહિનામાં 1ર  આયંબિલ કર વાની ર હેશે. આયંબિલ તપની વિધિમાં તપસ્વીઓ તપ દર મ્યાન 11 વંદના, નમો લોએ સવ્વ સાહુણંની 11 માળા તેમજ એક સામાયિક અથવા 18 મિનીટનો સંવર  કર વાનો રહેશે. આયંબિલ તપનો મંગલ પ્રારંભ તા. 3 એપ્રીલ શનિવાર ના થશે જે માટે સંઘો મહિલા મંડળે તા. 0ર  શુક્રવાર  પહેલા ગૃપ બનાવી જાણ કર વાની ર હેશે તેમ જણાવાયું છે.

સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના આયોજનની મિટીંગમાં અખંડ સેવાભાવી ભદ્રાબાઈ મહાસતીજીના સુશિષ્યા અજીતાબાઈ મહાસતીજી સવિશેષ હાજર  રહ્યાં હતા. જયારે સમસ્ત રાજકોટના સંઘોના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓ સી.એમ઼શેઠ, ડોલર ભાઈ કોઠારી, કિશોર ભાઈ દોશી, શૈલેષભાઈ માઉ, પ્રતાપભાઈ વોરા વગેરેની પ્રેર ક ઉપસ્થિતી હતી.

આયંબિલના તપસ્વી ડો.સુજીતાબાઈ મહાસતીજીએ સંઘોને વધુમાં વધુ 31ના ગૃપ બનાવી મહોત્સવમાં જોડાવવા અપીલ કરી હતી. સદાનંદી સુમતિબાઈ મહાસતીજીએ માંગલીક ફર માવીને તપમાં જોડાવવા માટેની પ્રબળ પ્રેરણા આપી હતી.